________________ નેપાળથી સિલોન સુધી . 143 - ધર્મપાલના નોકરે મારે સારુ પાંઉરટી અને એક તાજે જે ઉઘાડેલ વિલાયતી માખણને ડબો ટેબલ ઉપર મૂક્યો. બપોરના બે વાગી ગયા હોવાથી તે વખતે બીજું કશું મળી શકે એમ નહોતું. પાંઉ તો જાણતો હતો પણ માખણને ડો અને અંદરનું પીળા રંગનું માખણ મેં અગાઉ કદી જોયું નહોતું. મને લાગ્યું કે આ કોઈ જાતની વિલાયતી મીઠાઈ હશે. મેં લગભગ અ ડબો ખલાસ કર્યો. ધર્મપાલના નોકરને મારા અનાડીપણાનું ભારે આશ્ચર્ય લાગ્યું હોવું જોઈએ. પણ તેણે કઈ રીતે મારું અપમાન ન કર્યું. માત્ર સાંજે ફરી પાંઉ મૂકતી વેળાએ તેણે એક કાચના સુંદર વાસણમાં થોડું માખણ જુદું મૂકી મને પીરસ્યું. ત્યારે મને મારા અજ્ઞાનની ખબર પડી. આઈ મીઠાઈ જેવી ખાવાની ચીજ નથી પણ તેનો ઉપયોગ ઘીની જગાએ થતો હશે એમ મેં અનુમાન કર્યું. અને પેલા નોકરને આ પદાર્થને પાંઉ ઉપર કઈ રીતે ઉપયોગ કરવો એ ઈશારે પૂછયું. તેણે બે ચમચા માખણ લઈ છરીથી પાંઉના બધા કકડાઓ ઉપર ચોપડી બતાવ્યું. તે દિવસથી પાંઉ અને માખણ એ બેનું પ્રમાણ કેટલું જોઈએ તેની મને ખબર પડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust