________________ ' આપવીતી તેમને બહુ નવાઈ લાગી. અંગ્રેજીમાં તેઓ શું બોલ્યા તે મને સમજાયું નહિ. તેમનો કારકુન મારી પાસે આઠ આના માગે છે અને તે લીધા સિવાય મને જવા દેતો નથી એમ મેં તેમને હિન્દીમાં કહ્યું. જેમ તેમ કરીને “એટ આનાઝ' એટલા અંગ્રેજી શબ્દો પણ મેં ઉચ્ચાર્યા. તેમને મારા કહેવાની મતલબ સમજાઈ અને બીજા એક કારકુનને ભારે બંદોબસ્ત કરવા કહ્યું. પણ તે દિવસ પરવાનો મેળવો અશક્ય હતો. છેવટે તારીખ ૨૦મી માર્ચ ૧૯૦રને રોજ મને પરવાનો મળ્યો. અને તે જ દિવસે સાંજે હું કલબો જવા નીકળ્યો. આગબોટમાં તામિલ મજૂરોની ભારે ભીડ હતી. પણ દરિયે શાંત હોવાથી અને હું રાતનો ભૂખ્યો હોવાથી મને ઝાઝો ત્રાસ થયે નહિ. બીજે દિવસે સવારે દસ વાગ્યાને સુમારે મછવામાં થઈને અમને ઉતારુઓને કોલંબો બંદરે ઉતારવામાં આવ્યા. કલબમાં ઊતરી ધર્મપાલના કાગળ ઉપરનું સરનામું બતાવતો બતાવતો ખૂબ ગલીએ ફર્યો. એક બે વખત ટ્રામમાં બેઠા. અંતે ધર્મપાલના ઘરનો પત્તો લાગ્યો. તે વખતે ધર્મપાલ પોતાના પિતાને ઘેર રહેતા નહોતા. પિતાની દુકાન નજીક એક ઓરડીમાં રહેતા હતા. શિવેદનાથી તે બેજાર હતા. તેમને મળી મેં ચારુબાબુ તેમ જ અઘોરીબાબુના બંને કાગળો આપ્યા અને હિન્દીમાં મારું સિલોન આવવાનું પ્રયોજન ટૂંકમાં જણાવ્યું. પણ મેઢે કહેવા કરતાં કાગળનાં લખાણ ઉપરથી જ મારા આવવાના પ્રયજનની તેમને વધુ ખબર પડી હશે. તેમણે ઇશારાથી મને સ્નાન વગેરે આપવા કહ્યું. તેમના નેકરની સાથે પણ મારે બધું ઈશારેથી જ કામ ચાલતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust