________________ 140 ' આપવીતી એક ભાઈએ ખૂબ મહેનત કરી શોધી કાઢયું કે, કલકત્તાથી સીધી . કોલંબેની ટિકિટ કઢાવી હોય તો ગમે તે ટ્રેનમાં મુસાફરી કરી શકાય છે. એ પ્રમાણે મને મેલમાં બેસાડી પોતાના એક ઓળખીતા ગૃહસ્થને મારી સંભાળ લેવાનું કહી ભારી રજા લીધી, અને મેં તેમને ખૂબ ઉપકાર માન્યો. ગાડી સો સવાસો માઈલ.નહિ ગઈ હોય એટલામાં મારી પાછળ ટિકિટકલેકટરનો તગાદ થવા લાગ્યો. એકાદે ટિકિટકલેકટર આવે, મારી ટિકિટ જુએ, અને મને નીચે ઊતરવા કહ્યું. પછી મને તામિલ કે અંગ્રેજીમાં થોડા સવાલો પૂછે, અને મને આ બેઉ ભાષાનો એક શબ્દ પણ સમજાતો નથી એમ જુએ એટલે ગાડી ઊપડવા વખતે “પ, પ, પિ.' (“પ”ને અર્થ તામિલ ભાષામાં “જા.”. પણ આ અર્થ મને તે વખતે નહોતો આવડતો.) એમ કહે ને છોડી દે. પરંતુ આ “પ“પને અર્થ શું હશે તે ન સમજાવાથી પહેલાં પહેલાં તો હું આશ્ચર્યચકિત ચહેરે ઊભો થઈ રહેતો ! એક જગ્યાએ તો સ્ટેશનમાસ્તરે કે એવા કોઈ અમલદારે મને “પ” “પ” કરતાં ગાડીને ડબા સુધી ખેંચી આણ ડબાનું બારણું ઉઘાડી અંદર પણ ધકેલ્યો અને બારણું બંધ કર્યું; એટલામાં ગાડી ઊપડી. બીજે દિવસે સવારે મારા હાથમાંથી ટિકિટ ' લઈ લેવામાં આવી તે ઠેઠ તુતિકરીન ઊતર્યો ત્યારે મળી. ત્યાંના ટિકિટકલેકટરે મારી પાસે બે અઢી રૂપિયા વધારે માગવા માંડ્યા. પણ મને તેની ભાષા ન સમજાય અને તેને મારી ભાષા ન સમજાય. છેવટે ત્યાં એક તાંર તરફને કોઈ દેશસ્થ બ્રાહ્મણ મળ્યો. તેને ભાગ્યેતૂટયું મરાઠી બેલતાં આવડતું હતું. મેં તેને બનેલી હકીકત કહી. મદ્રાસમાં ખુદ સ્ટેશનમાસ્તરે આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust