________________ નેપાળથી સિલોન સુધી 139 થાય તો જોવું. આ કારણથી હું મદ્રાસ ઊતર્યો, અને મહામહેનતે સિંગારવેલનું ઘર શોધી કાઢયું. તેમણે મારી જોડેને કાગળ વાંચી ભારો ઠીક સત્કાર કર્યો. સ્નાન વગેરે આટોપી તેમને ઘેર જમે; પણ અમારું બધું કામ હાથના ઈશારાઓથી ચાલતું હતું. કારણ મને અંગ્રેજી ન આવડે અને સિંગારલૂને હિન્દી નહોતું આવડતું. મારા જમી લીધા પછી થોડી વારે તેમના . ભાઈ કંઈ કામે ગયો હતો તે ઘેર આવ્યો. તેને હિંદી બોલતાં આવડતું હતું. તેણે સિંગારેલૂને મારું કહેવું સમજાવ્યું. એક તો મારે કવૉરેન્ટીનમાં પડયા સિવાય રિલોને પહોંચવું હતું. અને જે કૉરેન્ટીનમાં રોકાણ થવા વખત આવે જ તો મારે તેટલા દિવસની ખરચીની જોગવાઈ કરવી જોઈએ. તુતિકારીનમાં મુદલિયાર કરીને સિંગારવેલૂના એક મિત્ર તે વખતે હેલ્થ ઓફિસર હતા. તેમની ઉપર વૉરેન્ટીનમાંથી મને જલદી છૂટ કરવા બાબત તેમણે કાગળ લખી આપ્યો. અને પિતાના ભાઈ દ્વારા મને સમજાવ્યું કે, તેમ છતાં જે કદાચ કૉરેન્ટીનમાં રહેવાનો પ્રસંગ આવ્યો જ તે તુતિકારીનથી મારે તાર કરવો, એટલે મારા ખાધાખરચ જેટલા પૈસા પોતે મોકલી આપશે. સાંજે પાંચ છ વાગ્યે તુતિકારીનો મેલ ઊપડતી. પણ મારી ટિકિટ તો ઉતાર-ગાડીની હતી. છતાં લાંબી મુસાફરીવાળા મેલમાં મુસાફરી કરી શકે એવો એક કાયદે હોય છે, એમ સિંગારવેલૂના ભાઈને ખબર હતી. તેથી તેણે મને કહ્યું: “તમને મેલમાં જવું વધુ અનુકૂળ થશે. હું હાલને હાલ સ્ટેશને જઈ તપાસ કરું છું અને તમારાથી મેલમાં જઈ શકાય તો આજની જ ગાડીમાં જાઓ.” અમે બંને એક ટાંગો ભાડે કરી ચાર વાગ્યાને સુમારે સ્ટેશને ગયા. મેલને ઘણી વાર હતી. સિંગારવેલૂનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust