________________ 138 આપવીતી - પચીસ રૂપિયા એકઠા થયા પછી અઘોરીબાબુએ મારે સારુ રસ્તામાં ભાતા માટે એક બિસ્કિટનો ડબો આણ્યો. મહાબોધિ સભાના પુસ્તકાલયમાં રાખેલ મારાં પુસ્તક તથા આ ડબ સાથે બાંધી એક પિટકું તૈયાર કર્યું. ઉપરાંત, ચારુબાબુ પાસેથી એક ધર્મપાલ ઉપર અને બીજે મદ્રાસના એમ. સિંગારવેલૂ ઉપર એમ બે કાગળો લખાવી લીધા. મદ્રાસ ઊતરવાનું કંઈ નકકી નહોતું, છતાં કાગળ સાથે હોય તો સારું એટલા ખાતર ચારુબાબુએ અગાઉ લખી આપેલ કાગળ તેમને પાછો આપી ન કાગળ લખાવી લીધો. આ કાગળમાં પૈસાની વાત ન લખી. જરૂર પડે તો રસ્તાની અડચણ વગેરેની માહિતી આપીને મદદ કરવી એમ લખ્યું હતું. આ ઉપરાંત અઘોરીબાબુએ પણ ધર્મપાલ ઉપર એક જુદો કાગળ આપ્યો. બીજે દિવસે એટલે તારીખ ૧૫મી માર્ચ ૧૯૦૨ને રોજ અધોરીબાબુની સાથે હું હાવડા સ્ટેશને આવ્યો. અંધેરીબાબુએ ઠેઠ કોલંબોની ટિકિટ કઢાવી આપી અને મને ગાડીમાં બેસાડી પોતે પાછા ગયા. રવિવાર તા. ૧૬મી માર્ચ ૧૯૦રને રેજ અગિયાર બારને સુમારે હું મદ્રાસ પહોંચ્યા. અહીં પહોંચ્યા પહેલાં જ, તુતિ કેરીનમાં કલકત્તેથી આવનાર ઉતારુઓને કૉરેન્ટીનમાં રાખે છે, એવી ખબર ગાડીમાંને એક ઉતારએ મને કહી હતી. મારી પાસે ફક્ત દેઢ રૂપિયે જ બાકી હતો તેમાં જે દસ દિવસ કૉરેન્ટીનમાં રહેવું પડ્યું તે ભૂખે મરવા વખત આવવાનો એમ મને લાગ્યું. આથી મેં એવો વિચાર કર્યો કે, સીધા મદ્રાસ વટાવી જવાને બદલે મદ્રાસમાં એક દિવસ ઊતરી પડવું અને એમ સિંગારેલૂને મળી કવરેન્ટીનમાંથી બચવાનો કંઈ રસ્તો P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust