________________ આપવીતી - આ બધું નક્કી કરી ચારબાબુ ઘેર ગયા પછી અઘોરીબાબુ ગામથી પાછા આવ્યા. મારું સિલોન જવાનું શું થયું એમ પૂછતાં મેં તેમને અત્યાર સુધીની બધી હકીકત કહી સંભળાવી. એ સાંભળ્યા પછી તેમણે કહ્યું, ‘આવા ઉનાળાના દિવસમાં મદ્રાસ સુધી પગરસ્તે જવા નીકળવું એ નરી બાઘાઈ છે. ચારુબાબુ જેવાએ આવા વિચારમાં તમને કઈ રીતે અનુમતિ આપી એ જ નવાઈની વાત છે. કલકત્તા જેવા આવડા ધનવાન શહેરમાં તમારા જેવા વિદ્યાર્થીને મદ્રાસ પહોંચવા જેટલા પૈસા ન મળે એ તો ભારે શરમની વાત કહેવાય !" તે વખતે નરેન્દ્રનાથ સેન સભાગૃહમાં મિસ આબર્સ સાથે વાતો કરતા બેઠા હતા. અરીબાબુએ તેમને મારી બધી હકીકત સમજાવી. કલકત્તાથી મદ્રાસ જવાના લગભગ દસ રૂપિયા થાય એમ અઘારીબાબુનું માનવું હતું. નરેન્દ્રબાબુએ જ્યારે મદ્રાસ જવાનું કેટલું ખર્ચ થાય એમ તેમને પૂછયું ત્યારે તેમણે કહ્યું, “લગભગ દશેક રૂપિયા થાય; એમાંથી ત્રણ રૂપિયા તે મહાબોધિ સભા તરફથી તેને મળ્યા છે. બાકી ફક્ત સાત રૂપિયા ખૂટે છે.' નરેન્દ્રબાબુ કહે, “એમ જ હોય તો સાત રૂપિયા હું આપું છું. માત્ર સ્ટેશને જઈ તમારે જાતે ટિકિટ કઢાવી તેને ગાડીમાં બેસાડવાનું માથે લેવું જોઈએ.” અઘરીબાબુએ જવાબ આપ્યો, “કાલે હું સ્ટેશને જઈ મદ્રાસનું કેટલું ભાડું પડે છે તેની ચોક્કસ તપાસ કરી આવીશ ને પછી નકકી , રકમ હું તમને જણાવીશ.” - બીજે દિવસે ઑફિસથી વળતાં અઘોરીબાબુ બધી ખબર કાઢી આવ્યા. મદ્રાસનું ભાડું તેર રૂપિયા અને અમુક આના હતું; અને ઠેઠ કેલ સુધીનું બાવીસ રૂપિયામાં અમુક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust