________________ આના ઓછું થતું હતું. આથી અઘરી બાબુએ મને કહ્યું, નરેન્દ્રબાબુ સાત રૂપિયા આપે તો પણ મદ્રાસ જવા માટે બીજા ત્રણ ચાર રૂપિયા તો જોઈએ જ. તે કરતાં અહીં જ પચીસ રૂપિયા ભેગા કર્યા હોય તો તમે સીધા કોલંબો જઈ શકે. અહીંના બીજા કેટલાક પૈસાદાર ગૃહસ્થ મહાબોધિ સભાના સભાસદ છે તેમને મળી જોઈએ. તેમના તરફથી જે , મદદ ન મળી તો છેવટ હું તમને મારા ઓળખીતા કેટલાક ગૃહ પાસે લઈ જઈશ. તેઓ તમને જરૂર મદદ કરશે. પણ ફરી પાછો મદ્રાસમાં યાચના કરવાનો વખત ન આવે અને તમે કોલંબે પહોંચે એ જ ઉત્તમ રસ્તો છે. આ પછી અઘોરીબાબુએ પિતાની સહીથી અંગ્રેજીમાં એક વિનંતી પત્ર ઘડી કાઢયું. તેમાં તેમણે મારે કોલંબો જવા સારુ કુલ 25 રૂપિયાની જરૂર છે એવી મતલબનું લખ્યું હતું. નીચે મહાબોધિ સભા તરફથી ત્રણ રૂપિયા મળ્યા છે એમ જણાવ્યું હતું, અને નરેન્દ્રનાથ સેનના નામ આગળ સાત રૂપિયાને આંકડે ભર્યો હતો. આ વિનંતિપત્ર લઈ હું દા. અમૃતલાલ સરકાર પાસે ગયા. તેમણે બે રૂપિયા ભરી તે જ વખતે તે રોકડા આપ્યા. બીજા બે સિલોનના વેપારી જે મહાબોધિ સભાના મકાનમાં રહેતા હતા તેમણે એક રૂપિયો આપ્યો. નીલકમલ મુકરજી કરીને એક ગૃહસ્થ મહાબોધિ સભાના ખજાનચી હતા, તેમને ઘેર પદની સાથે ગયો. તેમણે તરત જ બાર રૂપિયાને આંકડે ભર્યો, પણ રૂપિયા મને ન આપતાં બીજે . દિવસે સાંજે પિતાના કારકુનની સાથે મહાબોધિ સભામાં મેકલ્યા. આથી કલકત્તા છોડવામાં મને એક દિવસ મોડું થયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust