________________ નેપાળથી સિલેન સુધી 11 ગાડીમાં બેસવા રજા આપેલી છતાં આ માણસ મારી પાસેથી શેના વધુ પૈસા માગે છે, એમ મેં તેને પૂછયું. તેણે રેલવેનો નિયમ બતાવી ટિકિટ કલેકટરને સમજાવ્યો. અને મને કહ્યું કે, “આ લોકોને રેલવેના નિયમોની પણ પૂરી ખબર નથી હોતી. સારું થયું કે હું આવી ચડ્યો, નહિ તે તમને નાહક ત્રાસ થાત !" આમ અંતે સ્ટેશનવાળાઓના હાથથી તો છૂટયો પણ હજુ બહાર નીકળું છું ત્યાં જ હેલ્થ ઓફિસર દ. મુદલિયારે મને રોક્યો. કુતિકારીનમાં હું ક્યાં રહેવાનો છું વગેરે પૂછતપાસ તેમણે કરી. પણ હું ક્યાં રહીશ એની મને પોતાને જ ખબર નહોતી ત્યાં એને હું શું જવાબ દઉં? મેં તો તેમને સિંગારલૂનો કાગળ આપ્યો. તે ઉપરથી તેમને મારી બધી હકીકત સમજાઈ હોય એમ લાગ્યું. તેમણે પોતાના કારકુન સાથે મને એક વીશીમાં મોકલ્યો; અને “બનતા લગી કાલે જ તમને અહીંથી છૂટા કરીશ,' એમ પિતાના કાર્ટુન (એને હિન્દી આવડતું હતું.) મારફત કહ્યું. " દા. મુદલિયારની નિમણૂક મદ્રાસ સરકાર તરફથી થઈ હતી. પણ સિલોન જવા સારુ પરવાના આપવાનું તેમના હાથમાં નહોતું. સિલોન સરકાર તરફથી એક યુરેઝિયન દાક્તર તુતિકરીનમાં મૂકવામાં આવ્યો હતો. અને તે દ. મુદલિયાર જેમને રજા આપે તેમને તપાસીને પરવાના આપતો. બીજે દિવસે હું દ. મુદલિયારના કારકુનને મળ્યો અને પરવાનાની વાત પૂછી. પણ તે મારી પાસે આઠ આના “બક્ષિસ " માગવા લાગ્યા. હું તો એક આનો પણ આવી લાંચ આપવા રાજી નહે; તેથી તે દિવસ મારે તુતિકરીનમાં જ કાઢવો પડ્યો. બીજે દિવસે હું ફરીથી દ. મુદલિયારને મળ્યા. મને જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aarathak Trust