________________ 134 ન આપવીતી ' નરેન્દ્રબાબુએ મને કહ્યું: “તમારે સિલોન જવું હોય તો તે બાબતનું સર્ટિફિકેટ તમારે બતાવવું પડશે. એ સિવાય અમે તમને કંઈ મદદ નહિ કરીએ.” બીજે દિવસ સા પહેલાં તે એક રૂપિયાની ટપાલની ટિકિટો લાવી તે સાદા કવરમાં બીડી મેં ગિદ્દોરના ટપાલ માસ્તરને મોકલી અને પછી સિલોનની મુસાફરીના વિચારમાં પડ્યો. અઘોરીબાબુના કહેવા પ્રમાણે તુતિકરીન સુધી રેલરસ્તે જઈ ત્યાંથી આગબોટમાં સિલેન જવું એમ નકકી થયું. પણ ભાડાના પૈસાની જોગવાઈ શી કરવી ? તે વખતે મહાબોધિ સભાનો કારભાર શ્રી. ચારુચંદ્ર બસુ નામના બંગાળી ગૃહસ્થના હાથમાં હતા. તેમના હાથ નીચે બીજા એક કિષ્ટબાબુ (ગેવામાં જેમ કૃષ્ણને અપભ્રંશ કુર્ણ થયેલ છે તેમ બંગાળમાં કિષ્ટ થયો છે.) નામના ગૃહસ્થ હતા. ચારુબાબુએ મારા કહેવા પરથી ગયાવાળા ભિક્ષુને કાગળ લખ્યો કે, “તમે મોકલેલ માણસ અહીં આવી પહોંચે છે, પણ તેને આગળ સિલેન મેકલવાની ગોઠવણ કઈ રીતે કરવી?' ભિક્ષુને જવાબ આવતાં સુધી ચારુબાબુએ મારા જમવાની સગવડ મહાબોધિ સભા તરફથી કરી. સભાના મકાનમાં પદ્દો (પનો અપભ્રંશ) નામે એક નોકર હતા. તે જ્યારે ધર્મપાલ કલકત્તામાં હોય ત્યારે તેમની રસેઈ અને એવું. બીજું કામ કરતો, ને ધર્મપાલ ન હોય ત્યારે સભાનું મકાન વાળવા ઝાડવાનું, કાગળે ટપાલમાં નાંખવાનું અને એવું બીજું પરચૂરણ કામ કરતો. ચારુબાબુએ તેની જ મારફત મારા જમવાની સગવડ કરાવી. તે દિવસે અધેરીબાબુ આઠ દિવસની રજા લઈ કાંઈ કામસર પિતાને ગામ ગયા. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust