________________ નેપાળથી સિલેન સુધી જઈ પહોંચ્યા અને ત્યાંથી પાછી ટ્રામમાં બેસી ધરમતલ્લા સ્ટ્રીટ ઉપર આવ્યો. અંતે ખૂબ તપાસ પછી મહાબોધિ સભાનું મકાન (ક્રીક રે નં. 2) જડયું. તે દિવસે મિસ આલ્બર્સ નામની એક અમેરિકન બાઈને મહાબોધિ સભા તરફથી મિજબાની હતી. બધા જમી ઊઠડ્યા ને હું સભાગૃહમાં પહોંચ્યો. તે વખતે મહાબોધિ સભાના મકાનમાં અરીચંદ્ર ચતરજી નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેઓ કલકત્તાની હાઈકોર્ટમાં કલાર્ક હતા. પણ ધર્મપાલની સાથે તેમને ઓળખાણ હોવાથી ધર્મપાલે તેમને સભાના મકાનમાં રહેવાની પરવાનગી આપેલી. તેમણે મને સારે આવકાર આપ્યો. મારે માટે પોતાની બાજુની એક ઓરડીમાં જગ્યા કરી આપી. મિજબાનીમાંથી વધી પડેલાં રસગુલ્લાં 4 અને થડી પૂરીઓ મને ખાવા આપી. રસગુલ્લાંને આકાર ઈંડાના જેવો અને રંગ પણ સફેદ હોય છે, તેથી મને શંકા થઈ પણ અઘોરીબાબુએ તે એકલા દૂધમાંથી બને છે એવી ખાતરી આપી. “પેલી અમેરિકન બાઈની પંક્તિમાં બેસીને અમે ખાધું તેથી તમને કદાચ શંકા થઈ હોય, તો તે બાઈ પિત શાકાહારી છે અને આ મિજબાનીમાં અમે બધા હિન્દુ ઢબે કેળનાં પાન ઉપર પાટલે બેસીને જમ્યા છીએ; એ તો આ પાતળો પડી છે તે ઉપરથી જ તમે જોઈ શકશે.” આટલું થયા બાદ બાબુના આગ્રહને વશ થઈ મેં તેમણે આપેલ -વસ્તુઓ ખાધી. પછી તેમણે “ઇન્ડિયન મિરર'ના માજી સંપાદક બાબુ નરેન્દ્રનાથ સેનની જોડે મને ઓળખાણ કરાવી. * ગુલાબજાંબુને મળતી બંગાળની એક સુપ્રસિદ્ધ મીઠાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust