________________ 128 આપવીતી સાંજે સાતને સુમારે ગિધેર પહોંચ્યો. મહારાજા રાવણેશ્વરપ્રસાદે શિવમંદિર આગળ એક નાની ધર્મશાળા બંધાવી વટેમાર્ગુઓ માટે ઊતરવાની સગવડ કરી છે. ત્યાં બાવા, વૈરાગી વગેરે તથા બીજા વટેમાર્ગુઓની સગવડ સાચવવા એક માણસ રાખે છે. હું ત્યાં આવ્યા એટલે તેણે મારે રાતે જમવું છે કે કેમ એમ પૂછયું. પણ હું એટલો થાકી ગયો હતો કે રસોઈ કરીને જમવા જેટલી મારામાં સાં રહી નહોતી. મેં પેલા “જમાદાર ને કહ્યું, “અત્યારે રસાઈ કરવાની મારામાં તાકાત નથી પણ કંઈ કાચુંકારું લાવી આપે તો મેટો ઉપકાર.” તેણે તરત જ બજારમાંથી પેંડા, બરફી વગેરે મીઠાઈ આણ આપી. આ મીઠાઈ બુદ્ધગયાના મહંતે આપેલી મીઠાઈને જેટલી જ નિઃસ્વાદ હતી છતાં ખૂબ ભૂખ લાગી હતી તેથી જેમ તેમ - ખાઈ ઉપર પાણી પી સૂઈ રહ્યો. બીજે દિવસે સવારે રાવણેશ્વરપ્રસાદ રાજાના આશ્રિત એક પંડિતને મળવા ગયો. પંડિતજીનું ઝૂંપડી જેવું ઘર જોતાં જ લાગ્યું કે રાજાને આશ્રય લીધા છતાંયે પંડિતજી ઉપર લક્ષ્મીજી પ્રસન્ન જણાતાં નથી. પંડિતજી બેલવાચાલવામાં તો ઠીક જણાયા. તેમણે મારી બધી હકીકત ખૂબ માનપૂર્વક સાંભળી લીધી. પછી તેમણે કહ્યું: “તમે આ વિચિત્ર દેશમાં આવી ચડ્યા છે. અહીં તમને મદદ કરનાર કોઈ વિરલો જ નીકળશે! છતાં અમારા રાજાસાહેબ તમને કંઈક મદદ કરશે ખરા. બાકી તેમની પાસેથી પણ આઠ આના કરતાં વધુ રકમની આશા તો રાખતા જ નહિ! બે ત્રણ દિવસ જમાડી જતી વખતે બે ચાર આના વાટખરચી આપવા, એવો એમને રિવાજ છે. પણ તમે કાશીથી આટલે નીકળી આવ્યા છે તેથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust