________________ નેપાળથી સિલેશન સુધી તમને કદાચ બાર આના મળશે એમ ધારું છું. પણ હાલ તો રાજાસાહેબને સૂતક છે તેથી હજુ ચાર દિવસ સુધી તેમની મુલાકાત નહિ થઈ શકે. ત્યાં સુધી તમારા જમવા કરવાને બંદોબસ્ત કરવા હું જમાદારને કહું છું.” હવે આ રાજાસાહેબ ઉપર કલકત્તાની વાટે ખરચી સારુ આધાર રાખી બેસવું એ મને ચાખી બાઘાઈ લાગી. મેં મારા મિત્ર નીલકંઠ ભટજીને કાશી કાગળ લખ્યો. ને તેમાં મારી તમામ હકીકત સમજાવી અને લખ્યું કે, “મારે તુરત કલકત્તા જવું છે તેટલા સારુ ત્રણ રૂપિયા કેઈ પાસેથી ઉછીના લઈને પણ મોકલો.' તેમણે કાગળ પહોંચતાં વાર મનીઓર્ડરથી પૈસા મોકલ્યા. તેમણે મોકલેલ મનીઑર્ડર મારા ગિદ્દોર આવ્યા પછી ત્રીજે કે ચોથે દિવસ મળ્યો. પૈસા મેં ત્યાંના ટપાલમાસ્તરને જ સોંપ્યા. માસ્તર નાતે કાયસ્થ અને ઘણે જ મળતાવડા સ્વભાવને માણસ હતો. આ બે ત્રણ દિવસમાં જ મારે એમની જોડે ખૂબ ઓળખાણ થઈ ગઈ હતી. હવે રાજાસાહેબ ઉપર આધાર રાખી. બેસી રહેવાની મને જરૂર નહોતી. છતાં તેમને મળીને જવું મને યોગ્ય લાગ્યું. બીજે દિવસે સૂતક ઉતાર્યા પછી પોતે મહાદેવનાં દર્શને આવ્યા. ત્યાં મારે તેમની મુલાકાત થઈ. તેમને ઉદ્દેશીને એક કાગળ સંસ્કૃતમાં લખવા પંડિતજીએ મને કહી રાખ્યું હતું. તે લખીને મેં તૈયાર રાખ્યો હતો અને રાજાસાહેબની મુલાકાત વખતે તે મેં તેમના હાથમાં મૂક્યો. સાંજે રાજાસાહેબ તરફથી જમાદાર મારફત એક રૂપિયો મને વિદાયગીરી દાખલ મળ્યો. 2 Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust