________________ 130 આપવીતી પછી રાતની ગાડીએ કલકત્તા જવાનો વિચાર કરી હું ટપાલમાસ્તરને મળવા ગયા. ટપાલઓફિસ સ્ટેશનને રસતે હતી. ટપાલમાસ્તર સાથે ઇધરતિધરની વાત કરતો હું બેઠો. તેમણે મને કહ્યું, “ઉતાવળ શું કામ કરે છે? રસ્તો તદ્દન સીધો છે. જરા બેસે તો ખરા, જવાય છે.” મેં જવાબ આપ્યો, “રતો સીધો છે પણ મારે માટે તો અજાણ્યો છે. એટલે અહીંથી દિવસ છતાં નીકળવું એ જ સારું.’ આમ છતાં ટપાલમાસ્તરની વાતમાં ને વાતમાં દિવસ આથમ્યો. હવે મને ઉતાવળ થવા લાગી. માસ્તરે મને મારા ત્રણ રૂપિયા આપ્યા. મારે એક રૂપિયાનું પરચૂરણ જોઈતું હતું તે પણ તેમણે આપ્યું. પણ બદલામાં મારી પાસેથી એક રૂપિયો લેવો ભૂલી ગયા; અને ઉતાવળમાં હું તેમને તે આપવો ચૂકી ગયા! ટપાલમાસ્તર મને વળાવવા આવતા હતા, પણ મેં તેમને ન આવવા દીધા. પછી ઑફિસના પટાવાળાને મારી જોડે મોકલવા વિચાર કર્યો પણ તે ક્યાંક ગયો હતો. મને પણ બીજા માણસની જરૂર ન લાગી. રસ્તો મોટો હતો અને સ્ટેશને જનાર કોઈ ને કઈ રસ્તામાં મળી રહેશે એમ હું માનતો હતો. પિસ્ટ માસ્તરે કહ્યું: “સીધા ચાલ્યા જજે, ડાબા કે જમણું વળતા જ નહિ, એટલે થયું. તેમના કહેવા પ્રમાણે મેં સામો. જ રસ્તો પકડ્યો. પણ પંદર વીસ મિનિટ ચાલ્યો હોઈશ એટલામાં મેં બે ફાંટા પડતા જોયા. ટપાલ માસ્તરના કહેવાનો પૂરો અર્થ નહિ સમજાયાથી, તેમ ત્યાં કોઈ માણસ પણ ન મળ્યાથી મેં ડાબો ફોટો મૂકી જમણો લીધો. પણ આઠ વાગ્યા, - નવ વાગ્યા છતાં સ્ટેશન આવે નહિ. બે ત્રણ માઈલ પર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust