________________ નેપાળથી સિલોન સુધી - 127 નથી.' આ ઉપરથી આખી બજાર કરતાં ચાર પૈસા મળવાની પણ આશા ન રહી. અંતે પાસે જ બુલાખીલાલ કરીને કોઈ એક કાયસ્થ વકીલ રહેતા હતા તેમની પાસે ગયો. એ માણસ કંઈક ઠીક લાગ્યા. તેમણે પિતાની આયાત મુજબ ચાર આના કાઢીને આપ્યા અને કહ્યું: “મારું આ વેપારીઓ આગળ કશું ચાલે એમ નથી. તેમને વિદ્યાની કંઈ જ કિંમત નથી. બીજાની મૂંઝવણ તેઓ સમજી શકે એમ નથી.' તેમણે મને સલાહ આપી કે મારે અહીંથી નજીકમાં જ ગિબ્બોર ગામે મારી મુશ્કેલી જણાવવી. રાવણેશ્વરપ્રસાદ મેટા દાતા છે. તેઓ મને જરૂર મદદ કરશે એમ તેમનું ધારવું હતું. તેથી વધુ વિચાર કરવા ન બેસતાં બીજે દિવસે સવારની ગાડીએ હું ગિધેર જવા નીકળ્યો. વાટમાં બિરા કરીને બીજું એક નાનું સરખું રજવાડું આવતું હતું. હું ઠેઠ ગિબ્બોર ન જતાં જમુઈ સ્ટેશને ઊતરી પડ્યો અને ત્યાંથી લગભગ છ સાત માઈલ ચાલતો ત્યાંના મહારાજાના મહેલ સુધી ગયે. પણ ત્યાં તો એવી ખબર પડી કે રાજાસાહેબ યાચકને બિલકુલ મળતા જ નથી ! પરંભાય જ પતાવે છે. વળી એમ પણ વધુ ખબર મળી કે, આખો દિવસ તપશ્ચર્યા કર્યા પછી પણ એક આનાથી વધુ દક્ષિણાની આશા ન રાખવી. આથી નિરાશ થઈ મહેલથી હું પાછો વળ્યો. અને ત્યાંની બજારમાં જઈ એક દુકાનેથી થોડા પૌવા અને બે ત્રણ પૈસાના પેંડા લઈ ખાધા. પછી પગરસ્તે ગિધેર જવા ચાલી નીકળ્યો. અહીંથી ગિબ્બોર પાંચ માઈલ થતું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust