________________ 15 . નેપાળથી સિલોન સુધી વાગ્ધારા ચાલી. મેં નમનતાઈથી કહ્યું, “બાબુ સાહેબ, હું અંગ્રેજી નથી ભર્યો પણ તમે જે વિચારે દર્શાવે છે તે બધાથી હું વાકેફ છું. પણ મારા ઉપર અત્યારે પ્રસંગ એવો બારીક આવ્યો છે કે મારે કંઈ કામને માટે આ મહિનાની દસમી તારીખ પહેલાં કલકત્તે પહોંચવું જ જોઈએ. અને તેથી જ મારે આ યાચનાનો પ્રસંગ આવ્યો છે. જે તમારાથી કશી મદદ બને એમ ન હોય તો તમારા વિદ્યાર્થીઓ અગર બીજા મિત્રો પાસેથી થેડીઘણી મદદ અપાવશો તો હું તમારો સદાને માટે ઓશિંગણ રહીશ.” હેડમાસ્તર. બોલ્યા, “હું તમને બીજા લોકો મારફત કશી મદદ નહિ કરાવી શકું. કંઈ આપવું જ હોય તો હું જ મારી મેળે આપી છૂટું. પણ મારી વૃદ્ધ મા હાલમાં જ ગુજરી ગયેલ હોવાથી હમણાં હું દાન કરી શકું એમ નથી. હજી પાંચ છ દિવસ પછી સૂતક ઊતર્યા કેડે તમારે વિષે કશું કરવા જેવું હોય તો થઈ શકે. પણ મારા તરફથી બે આનાથી વધુ નહિ મળી શકે એ બરાબર ધ્યાનમાં રાખજે. નહિ તે વળી ભારે ભરોસે. રહી નકામા વાટ જોતા બેસશો !" ગાંગુલી બાબુને ઘેરથી તેમનો આભાર માની હું ચાલતો થયે. ગયામાં એકલા ગોરે જ નહિ પણ બીજા લોકો પણ પૂરા રીઢા છે એવી મારી ખાતરી થઈ હવે આ શહેરમાં એક ક્ષણ પણ ઊભા રહેવામાં સાર નથી, એમ વિચારી મેં સ્ટેશનને રસ્તો પકડ્યો. તે દિવસે કાચુ કેરું લઈ ખાવામાં ચાર આના ખરચ્યા. બાકી સવા રૂપિયો રહ્યો.. સ્ટેશન ઉપર ભાડાના દર લખેલ પાટિયા ઉપરથી ગયાથી કલકત્તા તરફ કયા સ્ટેશન સુધી સવા રૂપિયામાં જઈ શકાય એમ છે એ P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust