________________ 126 આપવીતી મેં શોધી કાઢયું, અને એક રૂપિયા અને ઉપર થોડા પૈસા આપી લખીસરાઈની ટિકિટ લઈ તે જ રાત્રે લખીસરાઈ પહોંચ્યા. લખીસરાઈ એક નવું શહેર છે. આગગાડી થયા પહેલાં અહીં કશું નહોતું. હું અહીં પહોંચ્યો તે વખતે ત્યાં થોડાંક ઝૂંપડાં થયાં હતાં, જેમાં દુકાને હતી. તે રાત મેં સ્ટેશને જ કાઢી. બીજે દિવસે સવારે અહીં ધર્મશાળા છે એમ ખબર પડી અને થેડી મહેનત લીધા પછી તે જડી. આ ધર્મશાળા એટલે એક જાતનું એકઢાળિયું જ હતું. ત્યાં મારે સામાન મૂકી નિરાંતે બેઠે. એટલામાં એક મારવાડી નેકર ત્યાં આવ્યો, તેણે મારી પૂછપરછ કરી. હું એક વિદ્યાર્થી છું અને કલકત્તે જાઉં છું એમ જાણું થોડી વાર પછી ક્યાંકથી એ મારે માટે સીધું લઈ આવ્યો. પણ તે રાંધું શેમાં? મારી પાસે કશું વાસણ તો હતું નહિ. અંતે તેણે એક માટીની હાંલ્લી આણી આપી અને ખીચડી કેમ બનાવવી તે બતાવ્યું. તે મુજબ હાંલ્લીમાં દાળ, ચોખા, મીઠું વગેરે વસ્તુઓ નાંખી મેં ખીચડી બનાવી. તે કેવીક સરસ થઈ હશે તેની કલ્પના વાચકે જ કરી લેવી! ગમે તેમ હો, પણ ગયામાં એકલું કાચું કપરું ખાઈને જ રહે તેથી એ ખીચડી મને મીઠી જ લાગી. નવ વાગે જમી કરી પરવાર્યો, ને તે જ દિવસે મેં આગળ જવા વિચાર કર્યો. પેલા મારવાડી નોકરના કહેવાથી ચાર પાંચ દુકાને જઈ મેં યાચના કરી જોઈ પણ કશું મળ્યું નહિ. એક મોટી ફાંદવાળા વેપારીએ તે દુકાનમાંથી મારા દિલ પર એક પૈસો ફેંકયો અને કહ્યું : “કલકત્તે જાઓ કે જોઈએ તો તેથીયે આગળ જાઓ. મારી પાસે તમને આપવા આથી વિશેષ કંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak:Trust