________________ 124 : આપવીતી : હોત, પણ પ્રસંગ એ બારીક છે કે અત્યારે હું કઈ રીતે તેમ કરી શકું એમ નથી. છતાં મને તમે ત્રણ રૂપિયા આ સામાનની કિંમત તરીકે નહિ પણ દાન ગણીને આપો.' પણ એ ગૃહસ્થનેય કંઈ મારી દયા આવી નહિ. મારો સામાન વેચવાની વાત મેં બીજા જાત્રાળુઓ પાસે કરી નહિ. કારણ અજાણ્યા પ્રદેશમાં જૂજ કિંમતમાં હું આટલો સામાન વેચું છું એ જોઈને કદાચ પોલીસ મને પકડે કરે, તો વળી એ લફરામાંથી છૂટતાં દિવસો નીકળી જાય. ઉપરાંત નાહકનો ત્રાસ વેઠવો પડે તે જુદો. તે રાત મેં ગયાના સ્ટેશન ઉપર જ ગાળી. બીજે દિવસે સવારે મેં વિચાર્યું કે ગાર લોકો અગર તેમના સંબંધમાં આવનારા જાત્રાળુઓની દયા ભાગવામાં કશું વળવાનું નથી. પણ સુધરેલી ઢબે કેળવણી પામેલા લેકમાં ફરવાથી કંઈ મદદ મળ્યા વગર નહિ રહે. મને ઉજનના પ્રેફેસરોએ કરેલી મદદ યાદ આવી. પણ અહીં કોલેજ નહોતી. તેથી ગયા હાઈસ્કૂલના હેડમાસ્તરને મળી તેની મારફત કંઈ મહેનત કરી જેવી એ વિચાર કર્યો. પૂછતાં પૂછતાં તેમના ઘરનો પત્તો લાગ્યો. ગાંગુલી બાબુ (હેડમાસ્તર) ઘરમાં જ હતા. મારી તમામ હકીકત સાંભળી લઈને તેમણે મને “ભીખ ન માગવી જોઈએ” એ વિષય ઉપર એક લાંબું ભાષણ આપ્યું ! બંગાળી લોક બહુલા હોય છે એમ મેં સાંભળ્યું હતું, તેને પ્રત્યક્ષ અનુભવ આજે પહેલવહેલો થયો. ભાષણ પૂરું કર્યા પછી બાબુએ મને અંદર લઈ જઈ એક હાથસાળ બતાવી અને કહ્યું કે, “આ સાળ ઘરની સ્ત્રીઓ માટે ખાસ લાવ્યો છું. તેમણે પણ નવરાં ન રહેવું જોઈએ એમ હું માનું છું.” વળી પાછી બાબુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust