________________ 122 આપવીતી નીકળશે. તેની સાથે તમે જશો તો તમને જરાયે અડચણ પડશે નહિ.” - આજ ફેબ્રુઆરીની અઠ્ઠાવીસમી તારીખ હતી. દસ દિવસમાં કલકત્તા પહોંચું તો બધા મનોરથ પાર પડે એમ મને લાગ્યું. ને મારું મન તો તે જ ક્ષણે કલકત્તાને રસ્તે સિલેન સુધી દોડી ગયું. પણ શરીર જડ તેનું શું થાય? કલકત્તા સુધીનું રેલભાડું - ચાર રૂપિયા ઉપર થતું હતું. એટલા પૈસા મળ્યા હોત તો ઝાઝી અડચણ ન રહેત. તેથી મેં પેલા ભિક્ષને જ વિનંતી કરી કે, “હાલ આટલી રકમ આપી મને કલકત્તે પહોંચતા કરે.” પછી અને મહાબંધી સભા મારફત મને સિલોન જવા મદદ ન મળી તે પછી ત્યાં મારાં પુસ્તકો વગેરે વેચીને પણ આપની રકમ હું પાછી મોકલી આપીશ. તેણે કહ્યું, “મારી પાસે કંઈ નથી. તમે મહંતને ત્યાં ઊતર્યા છો એટલે મહંત તમને ચાર પાંચ રૂપિયા સહેજે આપશે. એની પાસે ખૂબ પૈસો છે.” તે દિવસે હું બુદ્ધગયામાં રોકાયો. મારી પાસે અમરકોશની કાશીમાં ખરીદેલી એક નાની નવી નકલ હતી. તે પેલી ઓરડીમાં રહેનારા ત્રણ વિદ્યાર્થીઓમાંના એકે આઠ આને રાખી. પરંતુ કૌમદી વગેરે પુસ્તકોની તેમને જરૂર નહોતી. બપોરે જમીને હું મહંત પાસે ગયો. મારે કલકત્તા જવું છે અને ટિકિટ પૂરતા પૈસા આપે તો તમારે મેટો ઉપકાર થશે એમ મેં તેને વિનંતી કરી. તેણે જવાબ આપ્યો, " અહીંના માલિક મુખ્ય મહંત અહીં નથી. તે હેત તે તમને મદદ કરત. છતાં તમને ખાલી હાથે પાછા ન વાળવા એટલા ખાતર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust