________________ 120. આપવીતી તે રાતે મને મુદ્દલ ઊંઘ ન આવી. ક્યારે સવાર પડે ને હું ધર્મપાલનાં દર્શન કરું એમ મને થઈ ગયું. સવાર પડતાં જ કોઈને ખબર કર્યા વગર હું બુદ્ધમંદિરમાં ગયા. ત્યાં એક સિપાઈ હતી. તેણે મને અંદર લઈ જઈ બુદ્ધની મૂર્તિ બતાવી. મૂર્તિને કપાળમાં એક મોટું ત્રિપુંડ કર્યું હતું. આને કશો અર્થ હું સમજ્યો નહિ. (ચૌદમા પ્રકરણમાં બુદ્ધગયા સંબંધી વિશેષ હકીકત છે ત્યાં આ બાબતનું સ્પષ્ટીકરણ કર્યું છે.) પણ હું તે ધર્મપાલનાં દર્શન માટે ઉત્સુક હોવાથી, ત્યાંની વસ્તુઓનું નિરીક્ષણ કરવામાં અને તેના ઈતિહાસની ખબર મેળવવામાં વખત ને ગુમાવતાં, મંદિરના સિપાઈને એક પૈસેઆ જ છે પૈસો મારી પાસે બાકી હતો - આપી ધર્મપાલના રહેઠાણ તરફ વળે. * મંદિરથી પશ્ચિમે ઢેરા ઉપર બ્રહ્મદેશના ભિમીન રાજાએ ત્રણ ઓરડીઓ અને તેની લગોલગ એક એકઢાળિયું બંધાવ્યું હતું. થી રાજાને કેદ કરી રત્નાગિરિ લઈ ગયા પછી ત્યાં રહેતા બારમી ભિક્ષુઓ પોતાને દેશ ગયા. અને તે સ્થાન અંગ્રેજ સરકારના તાબામાં આવ્યું. પછી અંગ્રેજ સરકાર તરફથી ફક્ત રહેવા માટે તે ધર્મપાલને મળ્યું. આ વખતે ત્યાં એક ભિક્ષુ હતો. તેને જોઈને આ જ ધર્મપાલ હશે એમ મને લાગ્યું. મેં તેને હિન્દીમાં પૂછયું, “આપ ધર્મપાલ છે?' ' તેણે કહ્યું: “હું એક ભિક્ષુ છું. આ છબીમાં છે તે ધર્મપાલ. હાલ તેઓ અહીં નથી, સિલોન છે.' - આ પ્રમાણે તેણે હિંદીમાં જ જવાબ આપ્યો. પછી તેણે મને ત્યાં જાપાનથી આવેલી બુદ્ધની મૂર્તિ અને બીજા ચિત્રો બતાવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust