________________ નેપાળથી સિલેન સુધી 121 પાલિ ભાષા એ મૂળ સિયામની ભાષા હશે એમ હું માનતો, કારણુ પાલિ ભાષાનો ત્રિપિટક નામનો ગ્રંથ સિયામના રાજાએ છપાવ્યો છે એમ મેં સાંભળ્યું હતું. આ ભિક્ષુને તેની કંઈક ખબર હશે એમ માની મેં પૂછયું: “તમને પાલિ ભાષા - આવડે છે?' - ' તેણે કહ્યું : “અમારા ધર્મગ્રંથે પાલિ ભાષામાં છે. અને તે વિહારમાં રહીને અમારે શીખવા પડે છે.” તેણે સિંહલી લિપિમાં લખાયેલા કેટલાક પાલિ ગ્રંથ મને બતાવ્યા. અને તેમાંથી કેટલાંક વાકયો વાંચી બતાવ્યાં. તે, સાંભળીને હું અતિ આનંદથી બોલ્યો, “પાલિ ભાષા તે લગભગ સંસ્કૃત જ છે. તે શીખતાં મને વાર નહિ લાગે.” ભિક્ષુએ કહ્યું, “તમને સંસ્કૃત આવડે છે ?" કૌમુદી, તર્કસંગ્રહ વગેરે ગ્રંથ મેં વાંચ્યા છે. કાવ્યોનો પણ અભ્યાસ થયો છે.” એમ છે, ત્યારે તો તમને પાલિ ભાષા જલદી આવડશે.” - “તમે મને શીખવશો ?' મને બરાબર શીખવતાં નહિ આવડે. તમે સિલોન જાઓ તો ત્યાં મોટમોટા પંડિતો છે. તે તમારી બધી શંકાઓનું સમાધાન કરી તમને ધર્મગ્રંથ શીખવશે.” બહુ સારુ, હું સિલેન જવા તૈયાર છું. પણ મારી પાસે એક પૈસો પણ રહ્યો નથી તે સિલોન કઈ રીતે પહોંચું?” “તમે કલકત્તે જાઓ તો ત્યાં “મહાબોધી સભા” નામની સંસ્થા તરફથી તમને સિન જવા મદદ મળી શકશે. હમણાં જ એક સિલોનનો ભિક્ષુ આવી ગયા. તે બીજા બૌદ્ધ ક્ષેત્રોનાં દર્શન કરી માર્ચની દસમી તારીખે કલકત્તાથી સિલોન જવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust