________________ . નેપાળથી સિલોન સુધી દીકરા તથા મુસલમાન મજૂરના કહેવા મુજબ બુદ્ધગયા ગયાથી સાત જ માઈલ છે. ભારે મજૂર ભલો માણસ હતા. પણ તેને બૌદ્ધ, હિંદુ વગેરે ભેદની ખબર નહોતી. તે મને બુદ્ધગયાના મહંતના મઠમાં લઈ ગયો. હું ધારતો હતો કે બુદ્ધગયા બૌદ્ધોના તાબામાં છે, પણ અહીં તો જુદું જ જોયું. મઠમાં દાખલ થતાં જ બહારની બાજુએ બળદ, ઊંટ, ઘોડા વગેરે બાંધ્યાં હતાં. અંદર જઈને જોઉં છું તો એક બાજુ દેવીની મૂર્તિ હતી અને તે વખતે શંખનાદ સાથે તેની પૂજા ચાલી રહી હતી. મહંતને મુખ્ય શિષ્ય દેવી નજીકની ઓસરીમાં હુક્કો પીતા બેઠા હતા. સંન્યાસીઓમાં હુક્કો પીવાને રિવાજ મેં આજે પહેલી વાર જોયો. (આ મઠને લગતી વધુ હકીકત ચૌદમા પ્રકરણમાં છે તેથી અહીં જરૂર જેટલી હકીકત જ આપી છે.) મહંતના આ અગ્રશિષ્ય મને બે ત્રણ સંસ્કૃત વિદ્યાથીઓ રહેતા હતા તે ઓરડીમાં ઉતારો આપવા હુકમ કર્યો. રસોઈ કરી જમવાનો પણ તેણે મને ખૂબ આગ્રહ કર્યો. પણ હું રાતે નથી જમતો એમ તેને કહેતાં, તેણે બજારમાંથી પેંડા, બરફી વગેરે ખાવાની વસ્તુઓ મંગાવી ભારી ઓરડીમાં મોકલી આપી. આ પૅડા એટલે નામે જ પેંડા હતા. તેમાં ખાંડને બદલે ગોળ નાંખ્યો હતો. બરફી તે મોઢામાં પણ નંખાય એમ નહોતી. મેં તે ચીજોમાંથી બહુ થોડું ખાઈ બાકી બધું તે ઓરડીમાં રહેનારા વિદ્યાર્થીઓને વહેંચી આપ્યું. અધરતિધરની વાત નીકળતાં પેલા વિદ્યાર્થીઓએ મને કહ્યું કે, અહીં ધર્મપાલ નામને મગ જાતિને એક ભિક્ષુ છે તેણે મહંતની સામે દાવો માંગ્યો છે.” “હાલ તે ક્યાં છે?” એમ મેં પૂછતાં એક વિદ્યાર્થીએ કહ્યું, “અહીં જ છે.” * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust