________________ 118 આપવીતી એમ વિચારી, બધે સામાન પીઠ પર લઈ, વૈદરાજના ઘર તરફ વળે. વૈદરાજ દૂર એક ગલીમાં રહેતા હતા. રખડતાં રખડતાં સાંજે ચાર વાગ્યે તેમના ઘરનો પત્તો લાગ્યો. પણ “નસીબ બે ડગલાં આગળનું આગળ !" વૈદરાજ ઘેર નહોતા. કંઈ કામ નિમિત્તે બહારગામ ગયા હતા. તેમને સોળ વર્ષને દીકરે ઘેર હતો. તેણે મારે ઠીક આદરસત્કાર કર્યો. પણ તેના પિતા ઘેર ન હોવાથી, તેમની રજા વગર મને ઘરમાં રાખવાનું જોખમ લેવા તે તૈયાર નહોતો. હવે તો હું એટલો થાકેર્યો હતો કે, હવે શું કરવું એને વિચાર કરવો પણ મને અકારે થઈ પડ્યો. અંતે હું વૈદની ડેલીમાં જ એક કાર સામાન નાંખી થોડી વાર નિરાંત કરી બેઠે. થેડી વાર ઇધરતિધર વાતો થયા પછી વૈદના દીકરાને મેં બુદ્ધગયા વિષે પૂછયું. તેણે કહ્યું, “બુદ્ધગયા અહીંથી સાત માઈલ છે.” મેં પૂછયું: “રાત પહેલાં ત્યાં પહોંચાય ખરું?' તેણે કહ્યું, “સહેજે પહોંચાશે.” બુદ્ધગયા ગયાથી સાત માઈલ છે એ મને ખરું ન લાગ્યું. પણ ગયામાં જે રહેવાની જગ્યા જ નથી મળતી તે પછી વાટમાં જ ગમે ત્યાં રાત રહેવું, એવો વિચાર કરી મેં વૈદના દીકરાને પૂછયું, “હું અત્યારે જ બુદ્ધગયા જાઉં છું. માત્ર મને એક મજૂર કરી આપો. આ સામાન ઉપાડીને મારાથી એટલે દૂર જઈ શકાય એમ નથી.” તે એક મુસલમાન મજૂર કરી લાવ્યો. પણ તેણે આઠ આના મજૂરી માગી. મારી પાસે તો એક પાવલી અને એક પૈસો એટલું જ બાકી હતું. અંતે તે ચાર આનામાં આવવા કબૂલ થયે. “બુદ્ધગયા ગયાથી પંદર માઈલ છે” એમ જે કાશયાત્રા ' નામના પુસ્તકમાં લખ્યું છે તે ખોટું છે એમ મેં જોયું. વૈદના P.P. Ac. Gunratnasuri M.S. Sun Gun Aaradhak Trust