________________ 114 આપવીતી દેશો એટલે તરત તે પિતાના ઘરમાં તમને સકારશે.' પંડિતજીએ કહેલ બ્રાહ્મણ વૈદનું સરનામું તથા પંડિતજીનું નામ મેં લખી લીધું. પણ પંડિતજીની ગયા વિષેની ટીકા મને બરોબર ગમી નહિ. મારા જેવા વિદ્યાર્થીને ઊતરવા જેટલી જગ્યા ગયા જેવા ક્ષેત્રમાં ન મળે એ કેમ સંભવે? પંડિતજીના નામને કે તેના મિત્રના સરનામાનો ઉપયોગ કરવો પડશે એમ મને લાગ્યું નહિ; ફક્ત વિવેકને ખાતર તેમનું નામ તથા તેમના મિત્રનું ઠેકાણું મેં લખી લીધાં. પંડિતજી રસ્તામાં એક સ્ટેશને ઊતરી ગયા. હું બપોરે અગિયાર વાગ્યે ગયા પહોંચ્યો. સ્ટેશન પહોંચ્યો કે તરત ગયાના ગરદેવતાઓના આડતિયાએ મને વળગી પડ્યા. “તમારે પિંડદાન કરાવવું છે?' એમ દરેક જણ પૂછે. હું કહેતોઃ “હું ગરીબ વિદ્યાર્થી છું. પિંડદાન કરવાની મારી ગુંજાશ નથી. મારે ફક્ત એક રાત અહીં રહેવું છે. એટલી સગવડ આપો તે આભારી થઈશ.' પણ, મારે પિંડદાન નથી કરાવવું, એ વાક્ય કાને પડતાં બીજી વાત સાંભળવા કોઈ ઊભું રહેતું નહિ. જે કદી કઈ મારી બધી વાત સાંભળતું તો ગોરેના એ આડતિયા મને કહેતા કે, “તમે ગરીબ વિદ્યાર્થી છે તેમાં અમે શું કરીએ? તમારે પિંડદાન કરાવવું હોય તો કહે. એટલે તમારી બધી સગવડ થશે. તમને અમારા શેઠ પાસેથી કરજે રૂપિયા અપાવીશું, તેમાંથી તમે પિંડ આપે. પણ પિંડદાન કરવું ન હોય તે ઉતારાની આશા રાખવી નહિ.” આખું શહેર ફરી વળ્યો. પણ ક્યાંયે સામાન મૂકવા જેટલી જગ્યા ન મળી. હું દક્ષિણ તરફને એવું જોઈ એક દુકાનદારે મને કહ્યું કે, વિષ્ણુપદના મંદિર આગળ કેટલાંક દક્ષિણ બ્રાહ્મણોનાં ઘર છે, ત્યાં તમને આશ્રય મળશે.” ત્યાં જઈ તપાસ કરી તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust