________________ નેપાળથી સિલેન સુધી 115 બિછાનાં હતાં. ત્યાં બેડી જગ્યા કરાવી ત્યાંના મુખ્ય સંન્યાસીએ મારે માટે સગવડ કરી આપી. મારી બાજુમાં એક દાઢીવાળો બાવો હતો. તે મારા આવવાથી ચિડાયો હોવો જોઈએ. તેણે મારા ઉપર પોતાનાં કટુ વાબાણોની ઝડી વરસાવવા માંડી. તેના સંતાપનું કારણ મને કેમે કર્યું સમજાય નહિ. છેવટે મેં તેને કહ્યું કે, “હું અહીં રાતનીરાત પડી રહેવા માગું છું. એટલા વખતમાં પણ જો આપને મારે લીધે કશી અગવડ થઈ પડે તો હું આપની ક્ષમા માગું છું.” આટલું થયા બાદ વૈરાગીને કંઈક શાંતી થઈ. આજની રાત પૂરતી જ આ બલા છે એમ લાગવાથી કદાચ તેમને શાતા વળી હશે. બાંકીપુરથી ગયા તરફ જનારી ગાડી સવારે સાતઆઠ વાગ્યે નીકળતી હતી. ગાડીભાડું બાર આના બેસતું; પણ તેટલા પૈસા મારી પાસે નહોતા. હું ઊતર્યો હતો તે મઠની પાસે જ મંગળપ્રસાદ નામના એક સુશિક્ષિત કાયસ્થ રહેતા હતા. મારાં ડિબેલ્સ લઈ તેમની પાસે ગયો અને તે વેચાતાં રાખવા મેં તેમને વિનંતી કરી. તેમને તે નહાતાં જોઈતાં. પણ મારી આજીજીથી તેમણે તે બાર આને લીધાં. (આ બેટસ મેં કાશીમાં એક રૂપિયે બે આને લીધાં હતાં.) બાર આના મળ્યા એટલે હું તરત સ્ટેશન ઉપર ગયો, અને ગયા તરફ જનારી સવારની ગાડી પકડી. ગાડીમાં એક ત્રિપુંડધારી પંડિત મળ્યા. હું ગયા જનાર છું એમ તેમને ખબર પડતાં જ તેમણે કહ્યું, અરે, ગયા એટલે બકાલી શહેર ! ત્યાં તમારા જેવા વિદ્યાર્થીને કઈ દાદ નહિ આપે. તમને કેઈ બારણે પણ ઊભા નહિ રહેવા દે. છતાં હું તમને મારા એક મિત્રનું ઠેકાણું આપું છું. તે વૈદું કરે છે. તે ગયાવાસીઓના જેવો નથી. મારું નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust