________________ નેપાળથી સિલેન સુધી 117 દક્ષિણી બ્રાહ્મણોનાં ઘર જળ્યાં. તેલંગી બ્રાહ્મણ હશે. પોતે ઘેર નહોતો. બીજા કેટલાક લોકે જમતા હતા. એક બાઈએ બહાર આવી “શું જોઈએ છે ?' એમ મને પૂછયું. મેં જવાબ આપ્યઃ “રાતનીરાત ઊતરવા દેશે તો તમારો પાડ માનીશ. મારા જમવાના હું પૈસા આપીશ.” બાઈએ કહ્યું, “તમારે પિંડ દેવા છે?' મેં મનમાં કહ્યું: “હવે તો કોઈએ મને પિંડ આપવાનો વખત આવી લાગ્યો છે ખરો!' મેં જવાબ આપ્યો, મને ફક્ત એક ટંક ખવડાવો; તેના હું પૈસા આપીશ. બે ત્રણ દિવસથી હું કાચાકરા પર છું.’ બાઈએ કહ્યું, “પૈસા લઈને અમે કાઈને જમાડતાં નથી. પિંડ આપવા હોય તો બોલો એટલે બધી સગવડ થઈ શકશે. નહિ તે અહીં કશું મળે તેમ નથી.” આ દક્ષિણી બાઈને પણ પિંડદાનનો આટલો વળગાડ જોઈ ગયાનગરીમાં હવે દહાડે કેળિયો અન્ન કે રાતે પડી રહેવા જેટલી જગ્યા મળવાની આશા રહી નહિ. મારે પિંડદાન કરવું છે એમ જૂઠું કહીને તો હરકેાઈગરની પાસેથી હું સહેજે ખાસી મહેમાનગીરી લઈ શકત. બલકે વાટ ખરચીને સારુ થોડા પૈસા સુધ્ધાં મેળવી શકત. હું એ જાણતો પણ હતો. પણ એ વિચાર સરખો મારા મનમાં આવ્યો નહિ. ભૂખે મરી જવું પડે તે બહેતર પણ જૂઠું ન જ બોલવું, એ મારો નિશ્ચય બિલકુલ ડગ્યો નહિ. - દક્ષિણી બ્રાહ્મણને ઘેરથી નીકળી, ગયાની વચ્ચે આવેલા તળાવની પાળ ઉપરની એક દુકાને બેસી મેં ખાવાનું લઈ ખાધું. જરા વાર વિશ્રાંતિ લીધી; એટલામાં એકાએક પેલા પંડિતજીના વૈદમિત્રનું મને સ્મરણ થયું. તેમને ઘેર જગ્યા મળવાની બહુ આશા રહી નહોતી. તે પણ પ્રયત્ન કરી જેવો : દીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust