________________ 107 - નેપાળને પ્રવાસ કરવાનો મેં નિશ્ચય કર્યો. વળી મને એવી પણ આશા હતી કે, બુદ્ધગયામાં દેવવશાત કઈ બૌદ્ધ સાધુ જાત્રાબાત્રાએ આવી ચડ્યો તો તેની પાસેથી બૌદ્ધધર્મનું જ્ઞાન કઈ રીતે સંપાદન કરવું એ જાણી શકાશે. વળી જે એવું કઈ ન જ મળ્યું અને આ નિર્જન પ્રદેશમાં ભારે દેહ પડ્યો તોયે ? વૈરાગ્યયુક્ત મનથી મારું મરણ થશે. આ કાઠમંડુમાં બૌદ્ધધર્મની દશા જોઈને થયેલી મારા મનની ઉદિતા તે શાંત થશે. આવી રીતે મનનો નિશ્ચય થવાથી મારો ઉગ શમે. તરત જ દુર્ગાનાથના દાદાની પાસે જઈને હું કાવડવાળાઓની સાથે જવા તૈયાર છું એમ મેં જણાવ્યું. કાવડવાળાઓને ઊપડવાને બે ચાર દિવસની વાર હતી. આથી હું નિરાંતે નેપાળી લોકૅ વિષે ઇતર માહિતી મેળવવામાં તથા બને તો વાટ ખરચીને સારુ થોડું દ્રવ્ય એકઠું કરવામાં ગૂંથાયો. અઘરીનાથશાસ્ત્રી નામના ગંગાધરશાસ્ત્રી પાસે ભણેલા. એક નેપાળી પંડિત કાઠમંડુની પાઠશાળામાં સંસ્કૃતના અધ્યાપક હતા. ગંગાધરશાસ્ત્રીના શિષ્ય તરીકે જેમ કૃષ્ણશાસ્ત્રી પ્રવિડે મને મદદ કરી તેમાં તેઓ પણ કરશે, એવી આશાએ હું તેમને મળવા પાઠશાળામાં ગયો. આ પાઠશાળા કાશીની પાઠશાળાએની પાટી ઉપર ચાલે છે, પણ કાશીની પાઠશાળાના કરતાં નાની છે. અહીં બધા મળી દસ કે અગિયાર શિક્ષક હતા. પણ તેઓ કાશીના પંડિતો જેટલા નામાંકિત નહોતા. તેઓ કાશીના પંડિતોની બરોબરી કરે એવા હોય તો દુર્ગાનાથ જેવા નેપાળી વિદ્યાર્થી કાશી સુધી ભણવા સારુ શું કરવા આવે? હું પાઠશાળામાં ગયો તે વખતે અઘોરીનાથ મને મળ્યા નહિ, પણ બીજા એક પંડિત મળ્યા. તેમણે મારી સાથે ખૂબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust