________________ s નેપાળને પ્રવાસ 105 પડ્યાં અને ટાઢને લીધે થતી વેદનામાં આ નવી વેદનાએ વધારો કર્યો. તે પણ મને તે પેલા બૌદ્ધ સ્તૂપનાં દર્શન કરવાની ચટપટી લાગી હતી. તથાપિ દુર્ગાનાથને મારા વિચારની જાણ થવા દેવી એ કઈ રીતે ઈચ્છવાજોગ નહોતું, એમ હું પાછળ કડી ગયે. આથી એક દિવસે બપોરે કોઈને પણ જાણ થવા ન દેતાં હું આ સ્તૂપ જોવા નીકળી ગયો. અહીંયાં કેઈ ને કઈ વિદ્વાન બૌદ્ધ સાધુનો અગર તો શખસનો ભેટો થશે એવી મને ભારે આશા હતી, પણ તે નિષ્ફળ નીવડી. સ્તૂપની આસપાસ કેટલાક ટિબેટી સાધુ પાસા નાંખી શુકન કહેતા બેઠા હતા. બીજી બાજુ એક મારેલું બકરું આખું ને આખું વેચવા સારુ મૂકેલું હતું. આ બધું જોઈને મારું મન આશ્ચર્ય તેમ જ ખેદમાં ડૂબી ગયું. રે! નેપાળમાં બૌદ્ધધર્મની આ સ્થિતિ! નેપાળની રાજધાનીના શહેર કાઠમંડુમાં પણ આ પવિત્ર સ્તૂપની શી દશા ! અંતે જેમ તેમ કરી મનને શાંત * કર્યું અને એટલામાં કોઈ વિદ્વાન સાધુસંત રહેતા હતા કે કેમ એની તપાસ કરી. પણ પાસા નાંખીને શુકન કહેનારા સાધુઓ કરતાં વિશેષ યોગ્યતાવાળો કોઈ પુરુષ ત્યાં નહોતો એમ માલૂમ પડ્યું, નેપાળમાં બૌદ્ધધર્મની આ અત્યંત ખેદજનક સ્થિતિ જોઈને મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું. હવે નેપાળમાં રહેવામાં કશે લાભ રહ્યો નહિ. પણ જવું ક્યાં? બૌદ્ધધર્મની શોધ થઈ શકતી નથી, તો પછી દુનિયામાં જીવીને પણ શું કરવું? કેટલોક વખત સુધી તો હું સાવ વિચારશન્ય બની ગયો. આ તરફ નેપાળનું રાજદ્વારી વાતાવરણ સાફ ન હોવાથી દુર્ગાનાથના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust