________________ 104 આપવીતી કરવા સેનાપતિ સાહેબે હુકમ કર્યો. બીજા કેટલાક ફરિયાદીએના દાવા ત્યાં ને ત્યાં જ કાઢી નાંખી નિકાલ કર્યો ! ન્યાય કરવાની આ અજબ રીત જોઈ હું ચકિત થયે એમાં નવાઈ નથી. વકીલ, જજ, હાઈ કોર્ટે કશાની જરૂર ન મળે! આમ છતાં આવી સીધીસટ ઈન્સાફ પદ્ધતિથી નેપાળના લોકોને સંતોષ હોય એમ લાગ્યું. ઓછામાં ઓછું હાઈકોર્ટને નિકાલ આવે ત્યાં સુધીમાં કેરટની ફી, વકીલોની ફી, સ્ટેમ્પ ઈત્યાદિ પાછળ છેલ્લામાં છેલ્લી પાઈ ખરચી નાંખી મુફલિસ થવા વાર તો આ લોકોને નહિ આવતો હોય એમ મને લાગ્યું. પેલા ગુજરાએ મને કઈ રીતે ગમ્યા નહિ. . કૃણશાસ્ત્રી દ્રવિડે જે વખતે મને મળવા બોલાવ્યો હતો તેનાથી પંદર મિનિટ વહેલે હું તેમને ઘેર પહોંચ્યા. શાસ્ત્રીબુવા પૂજા પૂરી કરી ઘેર આવી જમવા બેઠા હતા. તેમાંથી પરવારતાં સાડાત્રણ વાગ્યા. પોતાના સહાધ્યાયી ગંગાધરશાસ્ત્રીની તેમ જ નાગેશ્વરપત ધર્માધિકારી વગેરે પિતાના શિષ્યોની તેમણે બધી ખબરઅંતર મને પૂછી, અને જ્યારે હું તેમની આજ્ઞા માગી ઊઠડ્યો ત્યારે પશુપતિનો પ્રસાદ, ધૂપ તથા રસ્તાના ખર્ચને માટે ચાર નેપાળી મહોર તેમણે મને આપ્યાં. મારી પાસેની પૂછે તે ક્યારની ખલાસ થઈ ગઈ હતી. તેથી આ અણધાર્યા દ્રવ્યલાભથી મને વિશેષ આનંદ થયો. નેપાળ છોડી જતાં પહેલાં વખત મળે ફરી એક વાર મળવાનું કહી મને તેમણે રજા આપી. અને તેઓ વામકુક્ષિ અર્થે ગયા. તેમણે આપેલ મહેરેમાંથી બે મહોર ખરચી મેં એક નેપાળી જોડાની જેડ લીધી અને તરત જ તે વાપરવા માંડી. પણ લાગેલાં જ બંને પગમાં બે ત્રણ ઠેકાણે આંટણ Jun Gun Aaradnak Trust P.P. Ac. Gunratnasuri M.S.