________________ આપવીતી દાદાની ઈચ્છા હું નેપાળ છોડી જલદી મારે દેશ પાછો જાઉં છે એવી દેખાતી હતી. પણ મને એક મેકલ એ પણ એમને ઠીક લાગતું નહોતું. એટલામાં બદરીકેદારથી ગંગાજળ લાવનારા કેટલાક કાવડવાળા જાત્રાળુ કાઠમંડુમાં આવ્યા. તેમની અને દુર્ગાનાથના દાદાની જૂની ઓળખાણ હોવાથી તેમની મારફત બધી ગોઠવણ થઈ ગઈ દીવાન સાહેબને ઘેર દુર્ગાનાથના દાદાએ તેમનો ઠીક સાકાર કરાવ્યો અને પેલાઓને બધા મળીને એક રૂપિયા મળ્યા. આ કાવડવાળા નેપાળથી રકલ આવી ત્યાંથી હરદ્વાર સુધી રેલ રસ્તે જવાના હતા, કારણ બરફને લીધે નેપાળથી પહાડોને રસ્તે જવું આ દિવસોમાં અશક્ય હતું. આથી મારે તેમની સાથે રકસૌલ સુધી જવું, અને ત્યાં સુધી મને તે લોકે સાચવીને લઈ જશે, એમ દુર્ગાનાથના દાદાનું કહેવું હતું. પણ રકસૌલ પહોંચ્યા પછી કઈ બાજુ જવું એ કંઈ મને સૂઝે નહિ. એટલામાં ઓચિંતો એક વિચાર આવ્યું અને તેથી મનની ચંચળતા ત્યાં ને ત્યાં ભટી ગઈ. ગ્વાલિયરમાં હતા તે વખતે “કાશયાત્રા' નામનું એક પુસ્તક મારા વાંચવામાં આવ્યું હતું. તેમાં ગયાની દક્ષિણે પંદર માઈલ ઉપર એક બૌદ્ધ મંદિર છે અને એ બાબત કંઈક કજિયે ચાલુ છે, એવી મતલબનું લખાણ વાંચેલું તે મને યાદ આવ્યું. નેપાળથી બીજે ક્યાંય ન જતાં સીધા આ સ્થળે જ જઈને રહેવું એવો મેં નિશ્ચય કર્યો. મને લાગતું કે આ સ્થાન વેરાન પ્રદેશમાં હશે તેથી ત્યાં જમવાખાવાની કશી સગવડ નહિ હોય. પણ ઉપવાસ કરી મરણ આવે તોપણ બહેતર એમ ગણું છે, મારું બાકીનું આયુષ્ય આ જગ્યાએ પૂરું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust