________________ આપવીતી વેળાએ આવી પહોંચવાથી મને શિયાળાની ચિંતા ન રહી. લગભગ બે રૂપિયા ખરચીને મેં એક સફેદ ધાબળી લીધી. પૂનથી આણેલી એક ધાબળી તો મારી પાસે હતી જ. આ બે ધાબળીઓ અને દાટ વાગળેએ આપેલા પેલા ધીંગા કટ ઉપર મેં ૧૯૦૧ને શિયાળે કાઢયો. ગુણાનું રજિસ્ટર આવ્યા પછી અંધારે બેસવાનું પણ અમે બંધ કર્યું અને અન્ન છત્રનો પૈસે પાછો તેલ લેવામાં ખરચવા લાગ્યા. - દુર્ગાનાથ નામનો એક નેપાળી યુવક અમારા જ મઠમાં રહેતો અને અમારા ગુરુ નાગેશ્વરપંત ધર્માધિકારીની પાસે શાસ્ત્રાભ્યાસ કરતો. બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવા માટે નેપાળ જવું જોઈએ એ દા. ભંડારકરનું વાક્ય હું ભૂલ્યો નહોતો. દુર્ગાનાથની મદદ આ કામમાં મળે એમ હોવાથી મેં તેની સાથે દસ્તી બાંધી. ૧૯૦૨ના જાન્યુઆરીમાં દુર્ગાનાથે પોતાને ઘેર (નેપાળ) જવા નકકી કર્યું. તેણે પિતાને આ વિચાર મને જણાવ્યું ત્યારે મને પણ સાથે નેપાળ લઈ જવાનો મેં એને આગ્રહ કર્યો. પણ નેપાળ જવું એ કંઈ સહેલું કામ નહોતું. સૌ પહેલું તે, નેપાળની સરકારના પરવાના વિના કોઈ પણ ભાણસથી નેપાળની હદમાં દાખલ થવાતું નથી. બીજું, રસ્તો ખૂબ મુશ્કેલીઓવાળે: મોટા મોટા પર્વત ઓળંગીને ગયા વગર કાઠમંડુ (નેપાળની રાજધાની) શહેરનાં દર્શન ન થાય. ત્રીજું, મારી પાસે માત્ર ત્રણ ચાર રૂપિયા સિલક હતા. આટલી પૂંજી ઉપર આવડી મુસાફરી કઈ રીતે કરવી, વગેરે. છતાં કોઈ પણ રસ્તે જે એક વાર નેપાળ સરકારનો પરવાને મળી જાય તો બીજા કોઈ પણ સંકટોને ન ગણકારતાં દુર્ગાનાથની સાથે નેપાળ જવું જ એવો મેં નિશ્ચય કર્યો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust