________________ આપવીતી થાય તો આપણું આ દેશનું દળદર ફીટવામાં વાર લાગે નહિ. અસ્તુ. અહીં આ ભલા ગુણાને યાદ કરવાનું કારણ એટલું જ કે, પાંચ રૂપિયા મેકલવા સારૂ જુદા જુદા સધન મિત્રને કાગળ લખી થાક્યા પછી નિરુપાયે એક કાગળ મેં ગુણાને પણ લખ્યો. તેની પાસેથી કશીયે મદદ મળે એવી મને આશા . નહોતી. કારણ કે બાપડે વતાં કરીને દિવસ આથમે ચાર આઠ આના પેદા કરે તેમાંથી કુટુંબનું પૂરું કરતાં શું બચી શકે? છતાં કોઈ પાસેથી એકાદ બે રૂપિયા ઉછીના લઈને કેઈન કરજે કાઢીને જ મોકલવા ઘણેભાગે મેં એને લખ્યું હતું. ગોસાંઈજીએ આપેલ સવા રૂપિયામાંથી એક રૂપિયો બે આનાનાં પંચિયાં લીધા પછી અને અંધારે બેસી અષ્ટાધ્યાયીનો પાઠ ચલાવી ભાવિ નગ્નતા ઢાંકવા સારુ ચાર આનાની બચત ' પાડ્યા પછી એક દિવસ ગુણ તરફથી એક રજિસ્ટર કરેલ કાગળ આવ્યું. તેમાં દશ રૂપિયાની અંગ્રેજ સરકારની નોટ હતી ! ગુણાનું કહેવું છે કે આ રૂપિયા તેના પિતાના નહિ પણ મારી બહેને આપ્યા હતા. ગમે તેમ હા, આ વેળાએ બીજા મિત્રોની પેઠે તે મને ભૂલ્યો નહિ. તેણે મારી બહેન આગળ ભારી ભીડની વાત કરી, જોકે મને તે પસંદ નહોતું, મારે સારુ હજાર ગડમથલ કરી અને મને દસ રૂપિયા મોકલ્યા. * ૧૯૦૧ના શિયાળામાં આ પૈસા મને બહુ ઉપયેગી થયા. - શ્રી. મેરેશ્વર પાલેકરે કાશી છોડી જતી વેળા પિતાના દાદાની એક સરસ રજાઈ મને આપવા માંડેલી. પણ ઉત્તર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust