________________ નેપાળને પ્રવાસ હતા. પણ આ મુકામની જગ્યા હું હતો ત્યાંથી હજુ લગભગ એક માઈલ હોવાથી ભારે સામાન ઊંચકી ત્યાં સુધી જવું મારે માટે કેવળ અશક્ય હતું. નાકું મૂકી થોડે છેટે ગયે હઈશ ત્યાં તો એટલો થાક્યો કે સામાનનું પિોટલું એક કાર ફેંકી એક ઝાડ નીચે લોથપોથ થઈને પડ્યો. દુર્ગાનાથ પોતાના મજૂરો સાથે આગલે મુકામે પહોંચ્યા ત્યારે ત્યાં તેણે પેલા ભોટિયા મજૂરને જોયા. તેણે મારી તપાસ કરી, પણ મારો પત્તો લાગે નહિ. આથી તેણે પેલાઓને ધમકાવ્યા, અને છેક નાકા સુધી પાછા જઈ મારી શોધ કરી લાવવા ફરમાવ્યું. તેમણે આવીને મારો સામાન ઉપાડ્યો. પિતાના કામની ઉપેક્ષા કર્યા માટે હું તેમના ઉપર ગુસ્સે થયા. પણ . મારી ભાષા તેમને જરા પણ સમજાતી ન હોવાથી તેની તેમના ઉપર શી અસર થઈ એ કંઈ સમજાયું નહિ. ઝાડ નીચે અર્થે પોણો કલાક પડી રહ્યાથી મારા શરીરમાં કાંઈક શક્તિ આવી હતી તેથી પેલા ભોટિયા મજૂરોની સાથે ધીમે ધીમે ચાલતો હું મુકામે પહોંચે. મુકામ ઉપર દુર્ગાનાથે જમવાનું તૈયાર કરી રાખ્યું હતું. જમવામાં બીજું કંઈ નહિ, ફક્ત ભાત અને કોકમનું પાણી. જે જગ્યાએ અમે ઊતર્યા હતા તે જગ્યા એક ઝરણને કોઠે આવેલી હતી. અહીંથી આસપાસની શોભા સરસ દેખાતી હતી. . પણ નેપાળી લોકેએ ચૂલા આગળ જ શૌચ કરી એટલી તો ગંદકી કરી મૂકી હતી કે, સાધારણ દિવસે તે ભાતને એક કેળિયો પણ ગળે ઉતારતાં ઊલટી થાય. પણ તે દિવસે એવી જગ્યામાં બેસીને પણ દુર્ગાનાથનો અસ્વેદકયુક્ત ભાત મેં ખૂબ રુચિપૂર્વક ખાધો ! દુર્ગાનાથ ઘેર પહોંચવા આ 9 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust