________________ નેપાળને પ્રવાસ લીધે તમે ઊડ્યા તે પહેલાંનો જાગતો પડ્યો છું. પણ મેં તમને નદી ઉપર જતાં તો કંઈ ભાળ્યા નહિ. ત્યારે તમે સ્નાન શી રીતે કર્યું?” તેણે કહ્યું, “તમે જાગતા હતા તો પછી હું પંચપાત્ર લઈ સ્નાન કરતો હતો તે શું ન જોયું?' મારા ભેજામાં એકાએક કાર અજવાળું પડયું અને નેપાળી લોકોનું સ્નાન હું હવે સમજ્યો. મારવાડમાં એક ઘડા પાણીમાં બે ત્રણ માણસો નહાય છે એમ સાંભળ્યું હતું. પણ નેપાળી લોકોની સ્માનપદ્ધતિની એમને ખબર હોય તો તે એક ઘડામાં ઓછામાં ઓછા એ મારવાડીઓ સ્નાન કરી શકે! તે દિવસથી નેપાળમાં દુર્ગાનાથની સાથે હતો ત્યાં સુધી સવારે ઊઠતાંવેંત મેં “નેપાળી” સ્નાન કરવા માંડ્યું! શુક્રવારે રાતે અમે ભીમફેદી આવી પહોંચ્યા. અહીંથી નેપાળનો પહેલો મટે ઘાટ શરૂ થાય છે. એક દુકાનદારની ઝૂંપડીમાં અમે રાત રહ્યા. મારી પાસે કેટલીક નેપાળી મહાર (અંગ્રેજી રૂપિયામાંથી લગભગ અઢી આવે.) હતી. બીરગંજમાં અંગ્રેજી નાણું આપી આ મહોરે મેં લીધી હતી. મારા મુસલમાન નોકરને ઠેઠ કાઠમંડુ સુધી આવવા મેં ખૂબ સમજાવ્યો. પણ ગુરખાઓના સ્વભાવની તેને ખબર હોવાથી તે એકનો બે થયે નહિ અને ત્યાંથી જ પાછા ફરવાની હઠ પકડી. ભીમફેદી સુધી જ મારો સામાન પહોંચાડવાની તેની સાથે બોલી હતી તેથી મારે નિરુપાયે તેને છોડી દેવો પડ્યો. દુર્ગાનાથે મારા સામાન માટે બે ભાટિયા મજૂરો શોધ્યા, તેમણે પોતાની મજૂરી અગાઉથી માગી. પેલા મુસલમાન મજૂરની અને આ નવા મજૂરની મજૂરી ચૂકવતાં મારી પાસે એક જ નેપાળી મહાર બાકી રહી. તે પૌંવા લેવા માટે દુકાનદારની સ્ત્રીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust