________________ નેપાળને પ્રવાસ પહાડી મુલકના કરતાં વધારે હશે. અહીં ડાંગર ખૂબ પાકે છે. કાનપુરી ચોખા કહેવાય છે તે ઘણુંખરું આ જ પ્રાંતમાંથી આવે છે. પાક ખૂબ થાય છે પણ મલેરિયાની બીકે નેપાળી લોકે આ પ્રદેશમાં વસતાં ખૂબ ડરે છે. દુર્ગાનાથને તો આ તરાઈ પૂરી કરી નેપાળના ઊંચા ડુંગરો ક્યારે જોઈશ એમ થઈ ગયું હતું. તે તીરની માફક જતો હતો. હું ધીમે ધીમે પાછળ ચાલતો. દુર્ગાનાથના દાદાએ સામા મોકલેલા બે માણસ તેને બીરગંજમાં મળ્યા. મારું દુઃખ જોઈ તેઓને ભારે રમૂજ પડતી અને તેઓ ખડખડ હસતા. તેમની આ ક્રૂરતા જોઈ મને બહુ નવાઈ લાગી. મારો મુસલમાન નોકર મારી દયા ખાતે ખરો. ગુસ્વારે બપોરે અમે એક વહેળાને કાંઠે રસોઈ કરી. દુર્ગાનાથે મને એક નાનીશી લોઢાની કડાઈ આપી. પવન સુસવાટ કરતો ફૂંકાતો હોવાથી કડાઈમાં કરેલો ભાત એક બાજુ નરમ થઈ ગયો અને બીજી તરફ તદ્દન ચેખા રહ્યા! તે દિવસથી દુર્ગાનાથ મને પિતાની સાથે જ એક વખત ખવડાવવા લાગ્યો. નેપાળની તરાઈ મૂકીને જેમ જેમ અમે હિમાલયની તળેટીનાં મહારનો રસ્તો કાપવા લાગ્યા તેમ તેમ મારું શારીરિક દુઃખ વધવા માંડયું. સવારે અતિશય ટાઢને લીધે મારા ઉઘાડા પગમાંથી લોહી નીકળતું, અને તેના ઉપર રસ્તાની ધૂળ ચોટે એટલે પીડાનો પાર રહે નહિ. રાત્રે અમે રસ્તાની બાજુએ આવેલી દુકાનદારોની એકાદ ઝૂંપડીમાં રાત ગાળી પરોઢિયે ઊઠીને વળી આગળ જતા. બપોરે સગવડ પ્રમાણે રસ્તામાં રાંધી જમતા. રસોઈમાં બીજું કાંઈ નહિ, ફક્ત ભાત અને નેપાળમાં થતાં એક જાતનાં કેકમ ઉકાળીને રસ્તાની ધૂળ ન વેલી દુકાનદારની બપોરે સગવડ - પરાઢિયે ઊઠીન તા. રાઈમાં આમ ઉકાળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust