________________ - 10 નેપાળને પ્રવાસ તા. રજી ફેબ્રુઆરી ૧૯૦૨ને દિવસે દુર્ગાનાથ, તેનો એક સબતી અને હું કાશીથી નીકળ્યા. બીજે દિવસે રકસૌલ સ્ટેશને પહોંચ્યા. આ સ્ટેશન નેપાળની છેક સરહદ પર આવેલું છે. અહીંથી બે જ માઈલ પર બીરગંજ નામનું નેપાળનું થાણું છે. સ્ટેશનની પાસે જ અમે એક જગ્યાએ રાત રહ્યા. આ બે દિવસ મેં કાચું કરું ખાઈને જ કાઢયા. બીજે દિવસે પરોઢિયે ઊઠીને અમે નેપાળની સરહદમાં દાખલ થયા. મારા પગમાં માધવાચાર્યે આપેલા જૂના દક્ષિણી જેઠા હતા. તે તદ્દન ફાટી ગયા હોવાથી રસ્તામાં ફેંકી દેવા ખાતર પગમાંથી કાવ્યા. જોઉં છું તે જમણો પગ આખો લોહીલુહાણ! સવારના અંધારામાં જેડા પગમાં વાગી વાગીને લોહી નીકળેલું અને તે ત્યાંનું ત્યાં જામી ગયેલું, પણ ટાઢ એટલી કે મને તેની ભાળ સરખી ન લાગી. ગામના લોકો ઊઠે તે પહેલાં જ અમે બીરગંજ પહોંચ્યા. ' હવે પછીની મુસાફરીની નોંધ મેં જે ચેપડીમાં લખી રાખી હતી તે ખોવાઈ ગયાનું હું પાછળ લખી ગયો છું, તેથી અહીં તો હવે મારે મારી યાદદાસ્ત ઉપર જ આધાર રાખવો પડશે. બધી જગ્યાઓનાં નામ પણ હવે મને યાદ નથી. બપોરે જમ્યા પછી બીરગંજથી નીકળ્યા. હું મારાં બેલ્સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust