________________ આપવીતી મારા ગુરુને મારે નેપાળ જવાનો વિચાર જણાવ્યું, ત્યારે તેમને જરા ખોટું લાગ્યું. પણ થોડા વખત પછી ધર્માધિકારીને તેમ જ લક્ષ્મણશાસ્ત્રી તેલંગને લાગ્યું હોવું જોઈએ કે હું થોડા દિવસમાં પાછા ફરવાનો; તેથી તેમણે મને ઝાઝે પ્રતિબંધ ન કર્યો. ફક્ત ગેવિંદશાસ્ત્રી મારા જવાની સાવ વિરુદ્ધ હતા. તેમને સહેજસાજ તિષ આવડતું તે ઉપરથી તેમણે એવો વર્તારે કાઢયો કે આ એક બે મહિનામાં મારા ઉપર ભયંકર આફત આવનાર છે! આથી તેટલા દિવસો વીતે નહિ ત્યાં સુધી મારે કાશી છોડી બીજે ક્યાંયે જવું નહિ એવી એમણે હઠ પકડી. તેમને સમજાવતાં મને ખૂબ મહેનત પડી. મેં કહ્યું: “જ્યોતિષશાસ્ત્રના નિયમ મુજબ જે મારા ઉપર ભયંકર પ્રસંગે આવવાના હશે તો કાશીમાં રહેવાથી પણ તે કઈ રીતે ટળવાના? અને નેપાળને રસ્તે જે મૃત્યુ આવવાનું હોય તો તેને પણ કોણ ટાળી શકે એમ છે?” ઘણે વાદવિવાદ થયા બાદ તેમણે નાખુશીપૂર્વક જ મને જવાની રજા આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust