________________ 98 આપવીતી અધીરો થયો હતો. અહીંથી છૂટયો તે જ દિવસે મધરાતે * તે પિતાને ઘેર પહોંચે. પણ તેને નોકર, મારે મજૂર અને હું એટલા પાછળ રહ્યા. રાતે એક ખુલ્લી ધર્મશાળામાં અમે મુકામ કર્યો. પિવા ખાઈ અમે સૂઈ રહ્યા, પણ ટાઢ તે એવી કે મારા બન્ને પગ કેમ જાણે તૂટી પડતા હોય એમ જ મને લાગવા માંડ્યું. મહાકછે તે રાત મેં કાઢી. બીજે દિવસે એટલે તારીખ હ્મી ફેબ્રુઆરીને રોજ અમે પરોઢિયે ઊઠી - આગળ ચાલવા માંડયું. આખો રસ્તો ઠરી ગયેલી ઝાકળથી છવાયેલું હતું. તેના ઉપર ઉઘાડે પગે ચાલવું એટલે પછી પૂછવું જ શું? મારા ઉપર વીતવામાં કશું બાકી રહ્યું નહિ. લાલ તપાવેલી લોઢી ઉપર થઈને ચાલવા જેવી મારી સ્થિતિ થઈ અંતે કેમ જાણે મારી દયા ખાઈને જ સૂર્યનારાયણે. પિતાનાં કેમળ કિરણો ક્ષિતિજ ઉપર ફેલાવ્યાં અને પા અર્ધા કલાકમાં બધી ઝાકળ પિગળાવી નાખી. આથી મારું દુઃખ તદ્દન મટી ગયું એમ તો નહિ, તોપણ ખૂબ ઓછું થઈ ગયું. સાત આઠ વાગ્યાના સુમારે અમે નેપાળનો બીજો ઘાટ (ચંદ્રગઢી) ચઢઢ્યા. આ ઘાટની ટોચ ઉપરથી સામે જ હિમાલયની સદાકાળ બરફથી ઢંકાયેલી રહેનારી હારે એટલી તો સ્પષ્ટ દેખાતી હતી કે ક્ષણભર હું મારા પગની વેદના ભૂલી ગયે. " अस्त्युत्तरस्यां दिशि देवतात्मा हिमालयो नाम नगाधिराजः / / पूर्वापरो तोयनिधीवगाह्य સ્થિતઃ પૃથિવ્યો રૂવ માનવું છે”. આવું જેનું કવિકુલગુરુ કાલિદાસે પોતાની રસિક વાણીથી વર્ણન કર્યું છે, જે ઋષિમુનિઓનું નિવાસસ્થાન, જે પોતાના થઈ. અંતે નદી ઉપર થઈને ચાલવા બાકી રહ્યું નહિ. * P.P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust