________________ નેપાળને પ્રવાસ સાન્નિધ્ય વડે જેનારના મનમાં ઉન્નત ધર્મવિચાર જાગૃત કરે છે તે હિમાલયનાં શુભ્ર સ્ફટિકવત ચમકતાં શિખરે જઈને ભારતમાતાના ક્યા પુત્રને આનંદ થયા વગર રહે ? આ પ્રસંગે મારા મનમાં જે વિચારતરંગો ઊડ્યા તે સર્વનું વર્ણન કરવું અશક્ય છે. ગાવા જેવા પછાત પ્રાંતમાં મારો જન્મ. અમારા પ્રાંતના લોકોને કાશી સુધી પ્રવાસ કરવામાં પણ ભારે સાહસ દેખાય. અરે! સહ્યાદિ ઓળંગ એ પણ અમારે મન કેવડી વાત ! પણ તે જ પ્રાંતમાં ઉછરેલો હું આજે ક્યાં ક્યાં ? પહોંચ્યો ? નેપાળના આ ચંદ્રગઢી ઉપર ઊભો રહીને નગાધિરાજ 'હિમાલયનાં સુંદર શિખરો હું નીરખી રહ્યો છું. વળી આ બધું મેં ભારે સાહસ ખેડીને કે કોઈ અલૌકિક શરીરસામર્થ્યને લઈને સાધ્ય કર્યું એમ પણ નથી. મારા જેવો મુસાફરીને ડર બીજે કઈ ભાગ્યે જ મળી આવત. અને શરીરસામર્થ્યમાં તો આટલા થોડા પ્રવાસથી પણ મારા કેવા કેવા હાલ થયા તે મેં અનુભવ્યા. સારાંશ, આજે હું જે આ નગાધિરાજ હિમાલયનાં દર્શન કરી પાવન થયે તે માત્ર મારા બુદ્ધ પ્રેમને જ પ્રતાપે. આવા આવા અનેક વિચારથી મારું મન પ્રફુલ્લિત થયું. અને બુદ્ધ ઉપરની મારી શ્રદ્ધા વધુ દૃઢ થઈ ચંદ્રગઢી ઊતરી બપોરે તળેટીમાં જમી સાંજે ચાર પાંચ વાગ્યે અમે દુર્ગાનાથને ઘેર પહોંચ્યા. દુર્ગાનાથના પિતાએ તેમ જ દાદાએ મારો સારો સત્કાર કર્યો. નેપાળના પ્રવાસ દરમ્યાન સારું ભેજન મળ્યું હોય તો તે આજે જ પહેલવહેલું મળ્યું. હું ભોંયતળિયે ઉઘાડી જગ્યા હતી ત્યાં સૂતા. ટાઢ સખત હતી પણ દુર્ગાનાથના બાપે એક જમ્બર નેપાળી ધાબળો આપ્યો અને જમીન ઉપર ન મળ્યું | હતી ત્યાં તે નવલું મળ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust