________________ કાશીવાસ દુર્ગાનાથના પિતામહ નેપાળના મુખ્ય પ્રધાનની કચેરીમાં એક મોટા અમલદાર હતા. મારા આગ્રહથી દુર્ગાનાથે પોતાના દાદા મારફત મારે માટે એક પરવાનો મેળવ્યું. અને તા. ૨જી ફેબ્રુઆરીને રોજ કાશીથી નીકળવાને અમે સંકલ્પ કર્યો. કોલ્હાપુરના રહીશ વેદશાસ્ત્રસંપન્ન કલ્યાણશાસ્ત્રી મારા આવ્યા પછી યાત્રા નિમિત્તે કાશી આવ્યાં. સ્માર્તસ્વામીના મઠમાં ભારે અને એમનો ભેટો થયો. પોતે વૃદ્ધ અને એક પગે જરા અપંગ હોવાથી હું તેમને ઠીક મદદરૂપ થયા. જતી વખતે તેમણે મને સિદ્ધાંતકૌમુદી અપાવી. આ પુસ્તક મને ખૂબ કામ આવ્યું, એમ કહેવાની જરૂર નથી; કારણ કાશીમાં રહીને મેં ખાસ કરીને આ જ ગ્રંથનો અભ્યાસ કર્યો. હું નેપાળ ગમે તે પહેલાં ફરી એક વાર કલ્યાણશાસ્ત્રી કાશી આવ્યા. આ વખતે તે માધવશાસ્ત્રીને ત્યાં ઊતર્યા હતા. તેમણે મારો અભ્યાસ કેટલે સુધી પહોંચ્યો છે વગેરે બાબતની તપાસ કરીને મને કેટલાક પ્રશ્નો પૂછળ્યા. તેના તેમને સંતોષકારક જવાબ મળ્યા અને તેમને ખૂબ આનંદ થયો. વરસ સવા વરસમાં હું આટલું બધું ભણી ગયો એ વાતની તેમણે પ્રશંસા કરી. તેમણે કહ્યું : “બીજા એક બે વરસ ભણ્યા પછી કોલ્હાપુર આવજો. હું તમને પચાસ સાઠ રૂપિયાની નોકરી અપાવવા તજવીજ કરીશ.' મેં કહ્યું, હાલ તો નેપાળ તરફ જવાનો વિચાર કર્યો છે. આ મુસાફરીમાં પાર પડીશ તો આગળ ઉપર જોઈ લઈશું.' તેમણે વિશેષ ચર્ચામાં ન ઊતરતાં મુસાફરીના ખર્ચને સારુ મને ચાર રૂપિયા આયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust