________________ કાશીવાસ હિંદુસ્તાનના શિયાળાને મને કશે જ ખ્યાલ ન હોવાથી તે મેં લીધેલી નહિ. આગળ ઉપર જ્યારે (1900) શિયાળ આવ્યો ત્યારે કાશીબાઈએ મને એક જૂની ગોદડી દીધી. એ શિયાળે તો મેં આ ગોદડી ઉપર જેમ તેમ કરી કાઢો અને ઉનાળામાં કાશીબાઈને તે પાછી આપી. ઓશીકું તો મારી પાસે મૂળથી જ નહોતું. બ્રહ્મઘાટ ઉપર શેણીના મઠમાં રહેવા આવ્યા પછી ત્યાં માધવાચાર્યની શેતરંજીના કેટલાક ફાટેલા ટુકડા અને ચીંથરાં એક ખૂણામાં પડ્યાં હતાં, તે ઈ શેતરંજીના ટુકડાની પોળમાં ભરી તેનાં મેં બે ઓશીકાં બનાવ્યાં, તેમાંનું એક હું વાપરત અને બીજું નીલકંઠ ભટજી વાપરતા. આ ઓશીકાં પથરા કરતાં નરમ હતાં અને છત્રનું અન્ન કુશકી કરતાં સારું હતું; પણ “ભૂખ ન જુએ ભાખરે અને ઊંઘ ન જુએ સાથ” એ કહેવતને સંપૂર્ણ જાતિ-અનુભવ કાશીમાં અમે લઈ રહ્યા હતા એમ કહેવામાં હરકત નથી. ઓશીકું જેવું હોય તેવું ચાલે પણ ગોદડું ક્યાંથી કાઢવું? ઓણસાલ કાશીબાઈની ગોદડી મળવી મુશ્કેલ હતી અને તે મળી હોત તોયે તેનાથી ટાઢ ખાળી શકાય એમ નહોતું. કારણ, તોપના મારાથી ભંગાણ પાડેલ કિલાના જેવી તેની જર્જરિત દશા થઈ ગઈ હતી ! અનેક જગ્યાએ મેટાં મોટાં બાકાં પડ્યાં હતાં. અંદરનું રૂ કેમ જાણે ઉપલા પડથી સ્વતંત્રતા મેળવવા મહેનત કરી રહ્યું હતું. ક્યાંક ક્યાંક તો ઉપલું પડ બાજુએ ખસેડી તેમણે સ્વેચ્છાચાર શરૂ કરી દીધો હતો ! આ સ્થિતિમાં ફરી વેળા કાશીબાઈ પાસે આવી ગોદડીની યાચના કરવામાં કઈ જ સાર નહોતો. પંઢરીનાથ વાળંદનું રજિસ્ટર અણીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust