________________ કાશીવાસ સંચાનો ઉપયોગ કરે છે. તેના અનેક ગુણોનું વર્ણન કરવાનું આ સ્થળ નથી. તેને સારુ તો એક જુદે જ લેખ લખવો જોઈશે. કે - પંઢરીનાથ ૧૮૯૨માં પહેલવહેલો અમારે ઘેર આવ્યા. કેટલાક વખત સુધી તો તે માડદોળથી આવીને અમારી હજામત કરી જતો. પણ પાછળથી તે સહકુટુંબ અમારા ઘર નજીકમાં જ આવી વસ્યા. પ્રમાણિકપણું, સાત્વિકતા, ઉદ્યમ, નિર્વ્યસનીપણું અને વિદ્યાની અભિરુચિ વગેરે ગુણોને લઈને તેની જોડે સોનબા મુળગાંવકરને તેમ જ ભારે અત્યંત માયા થઈ. મંદિરની આસપાસ રામજણીઓનાં ઘરમાં જુગાર રમવામાં જીવન વિતાડનારા એકાદ ગાવઈબાબુ તરફ અમને જેટલે તિરસ્કાર ક્ટ, તેટલાં જ મંદિરની પડોશમાં (અને તે પણ ભાડદોળમાં) જન્મેલા ઉદ્યોગી ગુણ વાળંદ પ્રત્યે અમને આદરમાન થતાં. બાપને પૈસે મોજ માણનારા અને જુગારમાં તેમ જ દુર્વ્યસનોમાં વખત વિતાડનારા શ્રીમંતોને ગોવામાં તોટો નથી. આવા લોકો સાથે નાતો રાખવામાં ભૂષણ સમજનારા લોકે હજુયે ગાવામાં હશે એમ માનું છું. પણ આવા શ્રીમતાની ઓળખાણ સરખી કરવાનો હું કદી પ્રયત્ન ન કરતો. અને કોઈ પ્રસંગે જે કદી આવા લોકોની સાથે બેલવા ચાલવાનો વખત આવતા તો ગુણ વાળંદના સહવાસથી જે સુખ થતું તે તો આવા લોકના સહવાસમાં ક્યાંથી જ મળે ! પણ ઊલટું વડિલોપાર્જિત મિલકત ઉપર તાગડધિન્ના કરનારા આ બળદિયાને જોઈને મારું મન બહુ ખિન્ન થતું. ગુણા જેવા મહેનતુ માણસ જે દેશને મળે અને નાની ઉંમરમાં જ તેમની કેળવણીનો ઘટતો બંદોબસ્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust