________________ કાશીવાસ મેં નિરધાર કર્યો. પણ કાશી જેવા ક્ષેત્રમાં મજૂરી કરીને. પણ એક રૂપિયા કમાતાં આંખો ઓડે જાય એવું હતું. છતાં નિરાશ ન થતાં કંઈક ને કંઈક તોડ કાઢવાનો મેં વિચાર કર્યો. કાશીમાં ગેસાઈ કરીને ગુજરાતીઓના એક જુવાન ગુરુ રહેતા. ભારે શ્રીમંત હતા. ગંગાધરશાસ્ત્રી પાસે તે શાસ્ત્રાધ્યયન કરતા. તેમને વચમાં ઠેક અને બાજુ ઉપર મરાઠી અર્થ છાપેલ એવી અમરકેષની એક નકલ જોઈતી હતી. નિર્ણયસાગર છાપખાનાની આવી એક નકલ મારી પાસે હતી. મેં તેમને તે વાંચવા માટે આપી. પણ તેમને તે વેચાતી જ જોઈતી હતી. તેની મૂળ કિંમત સવા રૂપિયા હતી. મેં તેમને કહ્યું, " “હું તમને આ નકલ મફત જ આપત, પરંતુ હમણાં હું પૈસાની ભારે તંગીમાં છું, એટલે તમે મને આનો એક રૂપિયો આપ.” ના ના કહ્યા છતાં ગેસાંઈજીએ મને સવા રૂપિયો આપ્યો. એક રૂપિયે બે આના આપી મેં એક પંચિયાને જેટો લીધો. આ જે બહુ બહુ તો બે ત્રણ મહિના નીકળે એમ હતું, કારણ કે તે બહુ મજબૂત નહોતો. આથી મેં એવો નિશ્ચય કર્યો કે, છત્રમાંથી રોજ તેલને સારુ મળતો એક પૈસો તેલમાં ન ખરચતાં બચાવ અને એમ બે અઢી મહિને એકાદ રૂપિયા થાય એટલે તેનું નવું પંચિયું લેવું. છત્રની પંગત વેળા રોજ પૈસો દક્ષિણ મળતી, પણ તેનું રોજ રાત્રે તેલ લાવવું પડતું. ઉપરાંત એકાદશીને દિવસે છત્ર બંધ રહેતું એટલે તે દિવસે અમારે ચોખા વગેરે વેચાતા લાવવા પડતા. કોઈ કઈ વાર એકાદશીને રોજ અમને માધવાચાર્યને ઘેર જમવા મળતું. ધર્માધિકારી અઠવાડિયામાં એક વાર નીલકંઠ ભટજીને ચિઠ્ઠી આપી કેઈ શાહુકાર પાસેથી સીધું અપાવતા. પડતું 3 વ્યાખ અમને વાર ના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust