________________ આપવીતી प्रभू तुम्ही सुखामृताचे डोहो / म्हणोनि आम्ही आपुलिया स्वेच्छा वोलावो लाहों / येथही जरी सलगी करूं बिहों / तरी निवों के पां? હે પ્રભુ! તમે તો સુખામૃતના નિધિ છે તેથી હું તમારી પાસેથી ચાહું તેટલી ઠંડક પામું. તમારી આગળ હેત કરતાં પણ ડરું તો પછી ક્યાં જઈને કરું ?" આ જ્ઞાનેશ્વરીના નવમા અધ્યાયની પાંચમી એવી લખી હતી. ડો. ભાંડારકરે ચિઠ્ઠી વાંચીને તરત મને અંદર બેલાવ્યા અને કહ્યું કે, “તમે ગેવાનું હોવાનું જણાવે છે તો પછી મરાઠી આવું શુદ્ધ ક્યાંથી લખી શકે છે ?' મેં જવાબ આપ્યો, “ગાવામાં મારા જેટલું શુદ્ધ લખનારા ઘણું નીકળે.” મેં તેમને “પથ્થબોધ” વગેરે માસિક અને બીજાં વર્તમાનપત્રોની વાત કહી. આ ઉપરથી તેઓ બોલ્યા કે, “ગાવા એટલે સાવ પછાત પ્રાંત એમ અમે માનતા. જાણે કે ગાવા એ મહારાષ્ટ્રને ભાગ જ નહિ એમ અમને લાગતું. પણ તમારા કહેવા પ્રમાણે તે ગોવામાં પણ ઠીક ઉત્સાહી જુવાનિયાઓ વસતા જણાય છે.' તેમને મેં મારી બધી હકીકત જણાવી. તેમણે કહ્યું: “એકલું સંસ્કૃત શીખતાં તમને સાત વર્ષ લાગશે. સાત વર્ષે તમે પંડિત બનશો. તમારે કંઈ ઘેર મોકલવું પડે એમ ન હોય ? અને માત્ર વિદ્યાભ્યાસ એ જ હેતુ હોય તો અહીંયાં જ તમને મદદ મળી શકશે. તે સારુ નોકરી શોધવાની જરૂર નથી. વળી નોકરી કરીને ભણવામાં ત્રાસ પણ ખૂબ થશે. હું મહિને એક બે રૂપિયા આપીશ અને અહીં સારસ્વતાની સારી વસ્તી છે તેમની પાસેથી તમને મહિને પાંચ છ રૂપિયા સહેજે મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust