________________ 66 ' આપવીતી અને ત્યાં એક અન્નછત્ર શરૂ કર્યું. હાલ એ “બાલાજીનું અન્ન છત્ર' કહેવાય છે.* બાલાજીના અન્ન છત્રમાં સારસ્વતાને દાખલ કરે છે ખરા, પણ તે માટે ઉપરી અમલદારની મંજૂરી મેળવવી પડે છે. અને મંજૂરી મળ્યા પછી પણ સારસ્વતને બીજી પંગતમાં જમવા બેસવું પડે છે. બીજો કોઈ રસ્તો ન હોવાથી આ જ અન્ન છત્રને મારે આશ્રય શોધવો રહ્યો હતો. આથી શ્રી. ગોવિંદરાવ પાલેકરે મને ગ્વાલિયરથી અહીંના અમલદાર ઉપર ચિઠ્ઠી મેળવી આ છત્રમાં જ જમવાની ગોઠવણ કરી લેવા કહ્યું. મેં દા. વાગલેને આ બાબત લખ્યું. પણ તેમણે પોતે કશું લખવાને બદલે શ્રી. માલપ પાસે કાગળ લખાવ્યો. માલપનું કહેવું એમ * હતું કે બાલાજીના અન્નછત્રમાં જવાની જરૂર નથી. દા. વાગળ, રાવરાજા રઘુનાથરાવ રાજવાડેને વાત કરીને, તેમના અન્નછત્રમાં મારી સગવડ કરવાના છે. રાવરાજા રઘુનાથરાવના પિતા દિનકરરાવે બ્રહ્મઘાટ ઉપર કોઈ એક જગ્યાએ પંદર બ્રાહ્મણનું એક અન્ન છત્ર રાખેલું છે. ત્યાં મારી ગોઠવણ થઈ હોત તો અનેક કષ્ટોમાંથી હું બચી જાત. પણ દા. વાગળને સ્વભાવ ભારે શરમાળ. તેમણે રાવરાંજાને કહ્યું તો નહિ જ, પણ એક ચિઠ્ઠીથી બાલાજીના અન્નછત્રમાં મારી જે સહેજે ગોઠવણ થઈ શકી હોત તેટલું પણ તેમણે કર્યું નહિ. આ તરફ હું નાહક તેમના કાગળની રાહ જોતો રહ્યો. * આજે આ અત્રછત્રમાં પહેલાંની જેમ તમામ બ્રાહ્મણને ભોજન મળતું નથી. પરંતુ ફક્ત મર્યાદિત પ્રમાણમાં ભિક્ષા અપાય છે. - ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust