________________ આપવીતી હું તેમના મઠમાં રહેવા ગયે. મારે વિષે માધવાચાર્યને મત આમ એકાએક કેમ પલટાયો હશે એ સમસ્યાનો ઉકેલ હું આજની ઘડી સુધી કરી શક્યો નથી. પણ મને લાગે છે કે, કાં તો નીલકંઠ ભટે મારે વિષે તેમને અનુકૂળ મત બંધાય એવું કંઈ કહ્યું હોય કે પછી મારી અભ્યાસી વૃત્તિ જોઈને મારે માટે તેના મનમાં આદરબુદ્ધિ પેદા થઈ હોય! ગમે તેમ હો, પણ મને તેમના મઠમાં આશ્રય મળ્યો અને જગ્યાની અડચણ રહી નહિ. નીલકંઠ ભટ દુર્ગાઘાટ પર શેણીના મઠમાં રહેતા હતા ત્યાંથી હું બ્રહ્મઘાટ પરના મઠમાં રહેવા ગયો એટલે ત્યાં આવ્યા, અને અમારે બંનેને માટે માધવાચાર્યું પિતાને ખરચે એક ઓરડી પણ દુરસ્ત કરાવી આપી! . ૧૯૦૧ના માર્ચ આખરે કાશીમાં મરકી આવી. અમારા મઠની આસપાસ કેટલાક મરકીના કેસ થયા. અમારી પાડોશમાં રહેતે એક ઓળખીતે ગોવાળ તે મરકીમાં મરણ પામ્યા. અમે ગભરાઈ ગયા. પણ કરવું કેમ? બહારગામ જઈએ તો ભૂખે મરવા વખત આવે. નાગેશ્વર પંત ધર્માધિકારી અમને ધીરજ દેતા કે, “અરે બહારગામ જઈને મરવા કરતાં અહીં ભરવું સારું. અહીં મૂઆ તે કેાઈ પગે વતી પણ ગંગામાં હડસેલી મૂકશે. અને આપણું શબ ગંગામાં પડે એના કરતાં ઊંચી બીજી કઈ ગતિ આપણને જોઈએ? કાશીમાં મરણ થાય એટલા સારુ તે લોકે દૂરદેશથી અહીં આવીને વસે છે અને વરસનાં વરસ મરણની વાટ જુએ છે. માટે મરકીના ભયથી અહીંથી ભાગવું તદ્દન અનુચિત છે.' અમારું શબ ગંગામાં પડયું એટલે પાવન થયા, એવું માનનારા અમે નહોતા પણ નિરુપાયે કાશીમાં જ રહ્યા. બહારગામ જમવાખાવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust