________________ કાશીવાસ ઉપાડીને રસ્તા પર ફેંકી દઈશ.' આ ભટ્ટા જોડે વાદમાં ઊતરવામાં કંઈ જ સાર નહતો એ હું જાણતો. પણ જવું ક્યાં ? બ્રહ્મઘાટ ઉપર કાચીનના સારસ્વંત સ્વામીનો બીજો એક ખૂબ મોટો મઠ છે. ત્યાંના વ્યવસ્થાપક માધવાચાર્યને હું મળે પણ તેમણે મને આશ્રય આપવા ના પાડી. હવે તે ગંગાકાંઠે પડી રહેવા વારો આવ્યો. શ્રીયુત કૃષ્ણજી સાઠે (જેઓ હાલ આપાશાસ્ત્રી સાઠે વૈદ્યના નામથી મુંબઈમાં સુપ્રસિદ્ધ છે) તેમની અને મારી વચ્ચે સારી ઓળખાણ હતી. મારી જ ઓળખાણને લઈને તે ગંગાધર શાસ્ત્રીને તેમ જ નાગેશ્વર પંતને ઘેર આવતા. હાલ તેઓ બ્રહ્મઘાટ ઉપર સાંગલીકરના વાડામાં રહેતા. તેમણે મારી મૂંઝવણ જાણી કે તરત જ મને પોતાની ઓરડીમાં આવીને રહેવા કહ્યું. એમણે શેણીને આશ્રય આપ્યો છે એવી જે સાંગલીકરના કારભારીને ખબર પડી તો તે જ વખતે સાઠેને પિતાની ઓરડી છોડી જવું પડશે એવી મને તો બીક હતી. પણ સાઠેએ ત્યાંના કારભારીને વાત કરીને મહામુશ્કેલી એ મને થોડા દિવસને સારુ પિતાની ઓરડીમાં રહેવા દેવાની રજા મેળવી. મહિનો દોઢ મહિનો સાઠેની ઓરડીમાં કાઢયો એટલામાં એક દિવસ ગંગા પર સ્નાન કરવા ગયો હતો ત્યાં માધવાચાર્ય મળ્યા અને મને કહેવા લાગ્યા કે, “તમે સાંગલીકરના વાડામાં શા સારું રહો છો? અમારા મઠમાં કેટલીયે જગ્યા ખાલી પડી છે. મને તેના આ શબ્દોથી ભારે નવાઈ લાગી. દેઢ મહિના પહેલાં આ ગૃહસ્થ ચેખ્ખી ના પાડેલી અને હવે સગવડ થઈ ગઈ એ કેવું? મેં કહ્યું કે, “હમણાં તો છું ત્યાં જ ઠીક છું.' ફરી એક બે વેળા તેમણે આગ્રહ કર્યો એટલે શા સાર 2 જ કહેવા લાલા ગયો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust