________________ કાશીવાસ 77. નવાઈ નથી. તેમાંયે નીલકંઠ ભટ કરતાં પણ મારા ઉપર તેમની બહુ જ કૃપા હતી. પહેલાં તો તે અમારી સાથે બેલતા પણ તેની વાતમાં જેની તેની કૂથલી સિવાય બીજું કશું જ ન હોય એટલે તેની વાતો અમને ગમે નહિ. આથી, ભાઈસાહેબ અમારા ઉપર જ રૂથા. અમારી સામે તેનો સૌથી મેટો આક્ષેપ એ હતો કે અમે છત્રનું અન્ન ખાઈને શાસ્ત્રાધ્યયન કરીએ છીએ, ભવિષ્યમાં આ શાસ્ત્રાધ્યયનને પેટ ભરવાના કામમાં વટાવવાના, અર્થાત અમે શાસ્ત્રવિક્રય કરવાના; અને તેથી સદાને માટે રૌરવ નરકમાં પડવાના ! આસપાસ બેઠેલ છત્રના એકાદ બ્રાહ્મણ તરફ વળીને તે ઉમેરતો, “આ હું પોતે આજ પંદર પંદર વરસનાં વહાણું વાયાં કાશીમાં છું પણ મેં કદી શાસ્ત્રની સામું પણ જોયું છે? અરે, મને શાસ્ત્ર ભણાવવાને અહીંના કેટલાક ડાહ્યાઓનો ઇરાદો હતો, પણ મેં તે ચાખું સંભળાવી દીધું કે, ને રે ભાઈ એ શાસ્ત્ર આપણને ન જોઈએ ! શાસ્ત્ર ભણવાં ને પછી વેચવાં ને નરકમાં જવું એ બધું કોણે કહ્યું? અને આ બધાં અન્ન છત્રો કંઈ શાસ્ત્ર શીખનારાઓને માટે ડાં જ છે? આ તો લોકો ગંગાસ્નાન કરે, જમે, અને કાશવાસ કરે એટલા ખાતર જ સ્થપાયાં છે !" બીજો એક બ્રાહ્મણ પાછલી પંગતમાં જમનારો હતો. તેને પહેલી પંગતમાં જમવું અનુકૂળ નહોતું, કારણ પિતાના અંગવસ્ત્ર'ના નિર્વાહને સારુ તેને ભિક્ષા માગવી પડતી ! સવારે ભિક્ષા માગતાં જે અન્ન મળે તે પોતે રાખેલી બાઈને પહોંચાડે અને પછી છત્રમાં જમવા આવે. આમ તેને પાછલી ઘાલમાં બેસવું પડતું. તેને અને મૃત્યુંજયને ઠીક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust