________________ કાશીવાસ કાશીમાં નાનાંમોટાં અનેક અન્ન છત્રો છે, પણ તેમાં મુક્તકાર એવાં તો બે જ છે. એક મદ્રાસ તરફના કાઈ વેપારીએ સ્થાપેલું અને બીજું શ્રીમંત મહારાજ જયાજીરાવ સિંધિયાનું સ્થાપેલું. શ્રી. જયાજીરાવ કાશયાત્રાએ આવ્યા તે વખતે કાશીમાં વસતા દરેક બરવાળ બ્રાહ્મણને સો સો રૂપિયા દક્ષિણ આપવી એ વિચાર કર્યો. પણ કાશીના પંડિતને આ રુચ્યું નહિ. એકાદ દસગ્રંથી વૈદિકને કે સંપન્ન પંડિતને તેમ જ એક સાવ અભણ બ્રાહ્મણને સરખી જ દક્ષિણ મળે, એ કાશીવાસી પંડિતગણને પસંદ નહોતું. પરિણામે સિંધિયા સરકાર ત્રાસીને બોલ્યા, “જો આ વાત સહુને પસંદ ન હોય તો દક્ષિણ માટે જુદા કાઢેલા આ છે લાખ રૂપિયા ગંગાજીમાં પધરાવું છું ! " અંતે કેટલાક પીઢ. ગૃહસ્થો વચમાં પડ્યા અને સિંધિયાં સરકારને એવી સલાહ આપી કે એ રૂપિયા ગંગાજીમાં પધરાવવા કરતાં એ જ રકમમાંથી કાશીમાં એક અન્ન છત્ર સ્થાપવું. આ વાત કબૂલ કરવામાં આવી અને સિંધિયા સરકારે પેશ્વાઓનું બાંધેલું બાલાજીનું મંદિર અંગ્રેજ સરકારના તાબામાંથી છોડવી લીધું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust