________________ આપવીતી આ છત્રમાં પાછલી પંગતે જમનાર પાંચ સાતેક જણ હતા. અને છત્રાધિકારી પહેલી પંગતમાં આટલાને જમાડવાની સેઈ સહેજે કરી શકત. પણ તેમ કરે તે દક્ષિણ બ્રાહ્મણનું અપમાન થાય એ બીકે દક્ષિણી બ્રાહ્મણ સિવાય બીજા કેઈ ને પહેલી પંગતમાં બેસવા દેવામાં આવતા નહિ. જે દિવસે બ્રાહ્મણોની સંખ્યા વધી ગઈ હોય તે દિવસે અમારી દાળ ગંગાજળરૂપ થઈ જતી. જાણે તેના ઉપર થઈને ગંગાજીનો પ્રવાહ વહી ગયો હોય! શાક તો ઘણુંખરું પાછલી ઘાલમાં હાય જ શાનું? પણ શાકને બદલે કોઈ કોઈ વાર પીઠલું* મળતું. કાશીમાં જે ચોખાનું કોઈ ઘરાક ન થાય તે અમારા અન્નછત્રમાં આવતા હશે! ફક્ત રોટલી અમારે ત્યાં સારી બનતી. અને તે જોઈએ તેટલી માગો. પીરસનાર કદી ના કહેતે નહિ. ઘી ફક્ત એક જ પાવળ મળતું. વચમાં વચમાં કોઈ વાર છાશની કઢી મળતી. અમારી પાછલી પંગત કઈ વાર બાર વાગ્યે તો કોઈ વાર ચાર વાગ્યે એમ બેસતી ! પહેલી પંગતના બ્રાહ્મણે ધાર્યા પ્રમાણે જ થયા હોય અને રસોઈ વધી હોય તો બાર એક વાગ્યે જમવા મળતું. પણ જે કદી બ્રાહ્મણ મોટી સંખ્યામાં આવી ચડ્યા તો પછી ફરી પાછાં ભાત અને દેટલી થાય ત્યાં સુધી એટલે ખાસા ત્રણ કલાક અમારે તપ કરવું પડતું. હું કૌમુદી, ભગવદ્ગીતા કે એવું જ એકાદ પુસ્તક સાથે લઈને જતો અને પત્રાવળીમાં ભાત પડે ત્યાં સુધી વાંચ્યા કરતો. * દક્ષિણમાં ચણાના લોટને પાણીમાં સીઝવી મીઠું, મરચું, વધાર કરીને કરવામાં આવતી એક જાતની જાડી કઢી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust