________________ 70 આપવીતી આ પિતે જ ગંગાધર શાસ્ત્રી, એમ લગભગ મારી ખાતરી થઈ. તેમને પ્રણામ કરી હું એક કેરે જઈ બેઠે. તેમણે કહ્યું, “તમારે શું કામ છે?' મારે શાસ્ત્રાભ્યાસ કરે છે તેથી આપની પાસે . આવ્યો છું.” પણ તમારે કયું શાસ્ત્ર શીખવું છે? ન્યાય વ્યાકરણ?' ખાસ તે ભારે ન્યાયશાસ્ત્ર શીખવું છે. પણ પહેલાં - વ્યાકરણ પણ હું શીખવા ઈચ્છું છું.” તમારે ન્યાય શીખવો હોય તે હું એક સરસ પંડિત જોડે તમને મેળવી આપું. હું પોતે વૈયાકરણી હોવાથી મને ન્યાયશાસ્ત્રનું જોઈએ તેવું જ્ઞાન નથી.” આપને જેટલું આવડતું હશે તેટલું મારે માટે બહુ છે. કારણ હું તો સંસ્કૃત રૂપાવલી શીખનારે વિદ્યાર્થી છું.” “તમે ફરી એક વાર મને મળજે એટલે તમારા અભ્યાસને વિચાર કરીશું. હાલ તો તમારા ખાવાપીવાની ગોઠવણ પાછળ લાગે. . આટલું કહી તેમણે મને રજા આપી. આ જ વખતે તેમના મેટા પુત્ર ઇંડિરાજ શાસ્ત્રીની ઓળખાણ થઈ હવે જમવાની ગોઠવણ શી શેાધવી એની ફિકરમાં હું પડ્યો. દા. વાગળને ફરી એક વાર કાગળ લખ્યો અને જવાબની રાહ જોતો બેઠે. એટલામાં ગોવિંદરાવ પાલેકરનો મંદવાડ વધી ગયો. તેમની ઈચ્છાથી તેમના પૌત્રને તાર કર્યો. ત્રણ ચાર દિવસમાં તેમના પૌત્ર, પરાડકર કરીને એક મિત્ર વિદ્યાર્થીને સાથે લઈ કાશી આવ્યા. તેમને આવ્યા પછી બીજે કે ત્રીજે દિવસે ગોવિંદરાવે દેહ છોડવો ! તે પ્રસંગે ભારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust